अप्रयता वा चर्या शयनासनस्थानचङ्क्रमणादिषु ।
श्रमणस्य सर्वकाले हिंसा सा सन्ततेति मता ।।२१६।।
अशुद्धोपयोगो हि छेदः, शुद्धोपयोगरूपस्य श्रामण्यस्य छेदनात्; तस्य हिंसनात् स
एव च हिंसा । अतः श्रमणस्याशुद्धोपयोगाविनाभाविनी शयनासनस्थानचङ्क्रमणादिष्वप्रयता
या चर्या सा खलु तस्य सर्वकालमेव सन्तानवाहिनी छेदानर्थान्तरभूता हिंसैव ।।२१६।।
અન્વયાર્થઃ — [श्रमणस्य] શ્રમણને [शयनासनस्थानचङ्क्रमणादिषु] શયન, આસન
(બેસવું), સ્થાન (ઊભા રહેવું), ગમન ઇત્યાદિમાં [अप्रयता वा चर्या] જે અપ્રયત ચર્યા [सा]
તે [सर्वकाले] સર્વ કાળે [सन्तता हिंसा इति मता] સતત હિંસા માનવામાં આવી છે.
ટીકાઃ — અશુદ્ધોપયોગ ખરેખર છેદ છે કારણ કે શુદ્ધોપયોગરૂપ શ્રામણ્યનું છેદન
(છેદાવું) થાય છે; અને તે જ ( – અશુદ્ધોપયોગ જ) હિંસા છે કારણ કે શુદ્ધોપયોગરૂપ
શ્રામણ્યનું હિંસન (હણાવું) થાય છે. માટે શ્રમણને જે અશુદ્ધોપયોગ વિના હોતી નથી એવી
શયન -આસન -સ્થાન -ગમન વગેરેમાં ૧અપ્રયત ચર્યા (આચરણ) તે ખરેખર તેને બધાય કાળે
( – સદાય) ૨સંતાનવાહિની હિંસા જ છે — કે જે (હિંસા) છેદથી અનન્યભૂત છે ( – છેદથી
કોઈ જુદી વસ્તુ નથી).
ભાવાર્થઃ — અશુદ્ધોપયોગથી શુદ્ધોપયોગરૂપ મુનિપણું (૧) છેદાતું હોવાથી,
(૨) હણાતું હોવાથી, અશુદ્ધોપયોગ (૧) છેદ જ છે, (૨) હિંસા જ છે. અને જ્યાં સૂવું,
બેસવું, ઊભા રહેવું, ચાલવું વગેરેમાં અપ્રયત આચરણ હોય છે ત્યાં નિયમથી અશુદ્ધોપયોગ
તો હોય જ છે માટે અપ્રયત આચરણ તે છેદ જ છે, હિંસા જ છે. ૨૧૬.
हिंसा मता । चरिया चर्या चेष्टा । यदि चेत् कथंभूता । अपयत्ता वा अप्रयत्ना वा, निःकषायस्वसंवित्ति-
रूपप्रयत्नरहिता संक्लेशसहितेत्यर्थः । केषु विषयेषु । सयणासणठाणचंकमादीसु शयनासनस्थान-
चङ्क्र मणस्वाध्यायतपश्चरणादिषु । कस्य । समणस्स श्रमणस्य तपोधनस्य । क्व । सव्वकाले सर्वकाले ।
अयमत्रार्थः ---बाह्यव्यापाररूपाः शत्रवस्तावत्पूर्वमेव त्यक्तास्तपोधनैः, अशनशयनादिव्यापारैः पुनस्त्यक्तुं
नायाति । ततः कारणादन्तरङ्गक्रोधादिशत्रुनिग्रहार्थं तत्रापि संक्लेशो न कर्तव्य इति ।।२१६।।
अथान्तरङ्गबहिरङ्गहिंसारूपेण द्विविधच्छेदमाख्याति — मरदु व जियदु व जीवो, अयदाचारस्स णिच्छिदा हिंसा
म्रियतां वा जीवतु वा जीवः, प्रयत्नरहितस्य निश्चिता हिंसा भवति; बहिरङ्गान्यजीवस्य मरणेऽमरणे
૧. અપ્રયત = પ્રયત્ન રહિત; અસાવધાન; બેદરકાર; અસંયમી; નિરંકુશ; સ્વચ્છંદી. [અપ્રયત ચર્યા
અશુદ્ધોપયોગ વિના કદી હોતી નથી.]
૨. સંતાનવાહિની = સંતત; સતત; નિરંતર; ધારાવાહિની; અતૂટક. [જ્યાં સુધી અપ્રયત ચર્યા છે ત્યાં
સુધી સદાય હિંસા સતતપણે ચાલુ છે.]
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૩૯૭