Pravachansar (Gujarati). Gatha: 9.

< Previous Page   Next Page >


Page 13 of 513
PDF/HTML Page 44 of 544

 

background image
यत्खलु द्रव्यं यस्मिन्काले येन भावेन परिणमति तत् तस्मिन् काले किलौष्ण्य-
परिणतायःपिण्डवत्तन्मयं भवति ततोऽयमात्मा धर्मेण परिणतो धर्म एव भवतीति
सिद्धमात्मनश्चारित्रत्वम् ।।।।
अथ जीवस्य शुभाशुभशुद्धत्वं निश्चिनोति
जीवो परिणमदि जदा सुहेण असुहेण वा सुहो असुहो
सुद्धेण तदा सुद्धो हवदि हि परिणामसब्भावो ।।।।
जीवः परिणमति यदा शुभेनाशुभेन वा शुभोऽशुभः
शुद्धेन तदा शुद्धो भवति हि परिणामस्वभावः ।।।।
संक्षेपसूचनरूपेण द्वितीयस्थले गाथात्रयं गतम् ।।।। अथ शुभाशुभशुद्धोपयोगत्रयेण परिणतो जीवः
शुभाशुभशुद्धोपयोगस्वरूपो भवतीत्युपदिशति ---जीवो परिणमदि जदा सुहेण असुहेण वा जीवः कर्ता यदा
परिणमति शुभेनाशुभेन वा परिणामेन सुहो असुहो हवदि तदा शुभेन शुभो भवति, अशुभेन वाऽशुभो
भवति सुद्धेण तदा सुद्धो हि शुद्धेन यदा परिणमति तदा शुद्धो भवति, हि स्फु टम् कथंभूतः सन्
ટીકાઃખરેખર જે દ્રવ્ય જે કાળે જે ભાવરૂપે પરિણમે છે તે દ્રવ્ય તે કાળે,
ઉષ્ણતારૂપે પરિણમેલા લોખંડના ગોળાની જેમ, તે -મય છે; તેથી આ આત્મા ધર્મે પરિણમ્યો
થકો ધર્મ જ છે. આ રીતે આત્માનું ચારિત્રપણું સિદ્ધ થયું.
ભાવાર્થઃચારિત્ર આત્માનો જ ભાવ છે એમ ૭મી ગાથામાં કહ્યું હતું. આ
ગાથામાં અભેદનયે એમ કહ્યું કે જેમ ઉષ્ણતાભાવે પરિણમેલો લોખંડનો ગોળો તે પોતે જ
ઉષ્ણતા છે
લોખંડનો ગોળો ને ઉષ્ણતા જુદાં નથી, તેમ ચારિત્રભાવે પરિણમેલો આત્મા
પોતે જ ચારિત્ર છે. ૮.
હવે જીવનું શુભપણું, અશુભપણું અને શુદ્ધપણું (અર્થાત્ જીવ જ શુભ, અશુભ અને
શુદ્ધ છે એમ) નક્કી કરે છેઃ
શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભ આત્મા બને,
શુદ્ધે પ્રણમતાં શુદ્ધ, પરિણામસ્વભાવી હોઈને. ૯.
અન્વયાર્થઃ[जीवः] જીવ, [परिणामस्वभावः] પરિણામસ્વભાવી હોવાથી, [यदा]
જ્યારે [शुभेन वा अशुभेन] શુભ કે અશુભ ભાવે [परिणमति] પરિણમે છે [शुभः अशुभः]
ત્યારે શુભ કે અશુભ (પોતે જ) થાય છે [शुद्धेन] અને જ્યારે શુદ્ધ ભાવે પરિણમે છે [तदा
शुद्धः हि भवति] ત્યારે શુદ્ધ થાય છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૩