Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 14 of 513
PDF/HTML Page 45 of 544

 

background image
यदाऽयमात्मा शुभेनाशुभेन वा रागभावेन परिणमति तदा जपातापिच्छराग-
परिणतस्फ टिकवत् परिणामस्वभावः सन् शुभोऽशुभश्च भवति यदा पुनः शुद्धेनारागभावेन
परिणमति तदा शुद्धारागपरिणतस्फ टिकवत्परिणामस्वभावः सन् शुद्धो भवतीति सिद्धं जीवस्य
शुभाशुभशुद्धत्वम्
।।।।
परिणामसब्भावो परिणामसद्भावः सन्निति तद्यथा --यथा स्फ टिकमणिविशेषो निर्मलोऽपि जपापुष्पादि-
रक्तकृष्णश्वेतोपाधिवशेन रक्तकृष्णश्वेतवर्णो भवति, तथाऽयं जीवः स्वभावेन शुद्धबुद्धैकस्वरूपोऽपि
व्यवहारेण गृहस्थापेक्षया यथासंभवं सरागसम्यक्त्वपूर्वकदानपूजादिशुभानुष्ठानेन, तपोधनापेक्षया तु

मूलोत्तरगुणादिशुभानुष्ठानेन परिणतः शुभो ज्ञातव्य इति
मिथ्यात्वाविरतिप्रमादकषाययोगपञ्चप्रत्यय-
रूपाशुभोपयोगेनाशुभो विज्ञेयः निश्चयरत्नत्रयात्मकशुद्धोपयोगेन परिणतः शुद्धो ज्ञातव्य इति किंच
जीवस्यासंख्येयलोकमात्रपरिणामाः सिद्धान्ते मध्यमप्रतिपत्त्या मिथ्यादृष्टयादिचतुर्दशगुणस्थानरूपेण
कथिताः
अत्र प्राभृतशास्त्रे तान्येव गुणस्थानानि संक्षेपेणाशुभशुभशुद्धोपयोगरूपेण कथितानि
कथमिति चेत् ---मिथ्यात्वसासादनमिश्रगुणस्थानत्रये तारतम्येनाशुभोपयोगः, तदनन्तरमसंयतसम्यग्द्रष्टि-
देशविरतप्रमत्तसंयतगुणस्थानत्रये तारतम्येन शुभोपयोगः, तदनन्तरमप्रमत्तादिक्षीणकषायान्तगुणस्थान-
षटके तारतम्येन शुद्धोपयोगः, तदनन्तरं सयोग्ययोगिजिनगुणस्थानद्वये शुद्धोपयोगफलमिति
ટીકાઃજ્યારે આ આત્મા શુભ કે અશુભ રાગભાવે પરિણમે છે ત્યારે જાસુદ-
પુષ્પના કે તમાલપુષ્પના (લાલ કે કાળા) રંગે પરિણમેલા સ્ફટિકની જેમ, પરિણામસ્વભાવી
હોવાથી, શુભ કે અશુભ થાય છે (અર્થાત
્ તે વખતે આત્મા પોતે જ શુભ કે અશુભ છે);
અને જ્યારે શુદ્ધ અરાગભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ અરંગે (રંગરહિતપણે) પરિણમેલા
સ્ફટિકની જેમ, પરિણામસ્વભાવી હોવાથી, શુદ્ધ થાય છે. (અર્થાત
્ તે વખતે આત્મા પોતે
જ શુદ્ધ છે). એ રીતે જીવનું શુભપણું, અશુભપણું અને શુદ્ધપણું સિદ્ધ થયું.
ભાવાર્થઃઆત્મા સર્વથા કૂટસ્થ નથી, પણ ટકીને પરિણમવું તેનો સ્વભાવ છે;
તેથી જેવા જેવા ભાવે તે પરિણમે છે તેવો તેવો તે પોતે થઈ જાય છે. જેમ સ્ફટિકમણિ
સ્વભાવે નિર્મળ હોવા છતાં જ્યારે લાલ કે કાળા ફૂલના સંયોગનિમિત્તે પરિણમે છે ત્યારે
લાલ કે કાળો પોતે જ થાય છે, તેમ આત્મા સ્વભાવે શુદ્ધબુદ્ધ -એકસ્વરૂપી હોવા છતાં
વ્યવહારે જ્યારે ગૃહસ્થદશામાં સમ્યક્ત્વપૂર્વક દાનપૂજાદિ શુભ અનુષ્ઠાનરૂપ શુભોપયોગે
અને મુનિદશામાં મૂળ ગુણ તથા ઉત્તર ગુણ વગેરે શુભ અનુષ્ઠાનરૂપ શુભોપયોગે પરિણમે
છે ત્યારે પોતે જ શુભ થાય છે, અને મિથ્યાત્વાદિ પાંચ પ્રત્યયરૂપ અશુભોપયોગે પરિણમે
છે ત્યારે પોતે જ અશુભ થાય છે. વળી જેમ સ્ફટિકમણિ પોતાના સ્વાભાવિક નિર્મળ રંગે
પરિણમે છે ત્યારે પોતે જ શુદ્ધ થાય છે તેમ આત્મા પણ નિશ્ચયરત્નત્રયાત્મક શુદ્ધોપયોગે
પરિણમે છે ત્યારે પોતે જ શુદ્ધ થાય છે.
૧૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-