अत्र श्रामण्यपर्यायसहकारिकारणत्वेनाप्रतिषिध्यमानेऽत्यन्तमुपात्तदेहेऽपि परद्रव्यत्वात् परिग्रहोऽयं न नामानुग्रहार्हः किन्तूपेक्ष्य एवेत्यप्रतिकर्मत्वमुपदिष्टवन्तो भगवन्तोऽर्हद्देवाः । अथ तत्र शुद्धात्मतत्त्वोपलम्भसम्भावनरसिकस्य पुंसः शेषोऽन्योऽनुपात्तः परिग्रहो वराकः किं नाम स्यादिति व्यक्त एव हि तेषामाकूतः । अतोऽवधार्यते उत्सर्ग एव वस्तुधर्मो, न पुनरपवादः । इदमत्र तात्पर्यं, वस्तुधर्मत्वात्परमनैर्ग्रन्थ्यमेवावलम्ब्यम् ।।२२४।। णिप्पडिकम्मत्तमुद्दिट्ठा निःप्रतिकर्मत्वमुपदिष्टवन्तः । शुद्धोपयोगलक्षणपरमोपेक्षासंयमबलेन देहेऽपि निःप्रतिकारित्वं कथितवन्त इति। ततो ज्ञायते मोक्षसुखाभिलाषिणां निश्चयेन देहादिसर्वसङ्गपरित्याग एवोचितोऽन्यस्तूपचार एवेति ।।२२४।। एवमपवादव्याख्यानरूपेण द्वितीयस्थले गाथात्रयं गतम् । अथैकादशगाथापर्यन्तं स्त्रीनिर्वाणनिराकरणमुख्यत्वेन व्याख्यानं करोति । तद्यथा — श्वेताम्बरमतानुसारी शिष्यः पूर्वपक्षं करोति —
અન્વયાર્થઃ — [अथ] જો [जिनवरेन्द्राः] જિનવરેંદ્રોએ [अपुनर्भवकामिनः] મોક્ષના અભિલાષીને, [सङ्गः इति] ‘દેહ પરિગ્રહ છે’ એમ કહીને, [देहे अपि] દેહમાં પણ [अप्रतिकर्मत्वम्] અપ્રતિકર્મપણું (સંસ્કારરહિતપણું) [उद्दिष्टवन्तः] ઉપદેશ્યું છે, તો પછી [किं किञ्चनम् इति तर्कः] તેમનો એવો આશય છે કે તેને અન્ય પરિગ્રહ તો શાનો હોય?
ટીકાઃ — અહીં, શ્રામણ્યપર્યાયનું સહકારી કારણ હોવાથી જેનો નિષેધ કરવામાં આવ્યો નથી એવા અત્યંત ૧ઉપાત્ત દેહમાં પણ, ‘આ (દેહ) પરદ્રવ્ય હોવાથી પરિગ્રહ છે, ખરેખર તે અનુગ્રહયોગ્ય નથી પણ ઉપેક્ષાયોગ્ય જ છે’ એમ કહીને, ભગવંત અર્હંતદેવોએ અપ્રતિકર્મપણું ઉપદેશ્યું છે; તો પછી ત્યાં શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિની સંભાવનાના રસિક પુરુષને શેષ અન્ય ૨અનુપાત્ત પરિગ્રહ બિચારો શાનો હોય — એવો તેમનો ( – અર્હંતદેવોનો) આશય વ્યક્ત જ છે. આથી નક્કી થાય છે કે — ઉત્સર્ગ જ વસ્તુધર્મ છે, અપવાદ નહિ.
આ અહીં તાત્પર્ય છે કે વસ્તુધર્મ હોવાથી પરમ નિર્ગ્રંથપણું જ અવલંબવાયોગ્ય છે. ૨૨૪. ૧. ઉપાત્ત = પ્રાપ્ત; મળેલો. ૨. અનુપાત્ત = અપ્રાપ્ત