मन्तरेणानिवार्यपरिवर्ततया ज्ञप्तिपरिवर्तरूपकर्मणां क्षपणमपि न सिद्धयेत् । अतः कर्म-
स्वकीयपरमात्मतत्त्वस्य ज्ञानावरणादिद्रव्यकर्मभिरपि सह पृथक्त्वं न वेत्ति, तथाचाशरीरलक्षणशुद्धात्म- पदार्थस्य शरीरादिनोकर्मभिः सहान्यत्वं न जानाति । इत्थंभूतभेदज्ञानाभावाद्देहस्थमपि निजशुद्धात्मानं न रोचते, समस्तरागादिपरिहारेण न च भावयति । ततश्च कथं कर्मक्षयो भवति, न कथमपीति । ततः कारणान्मोक्षार्थिना परमागमाभ्यास एव कर्तव्य इति तात्पर्यार्थः ।।२३३।। अथ मोक्षमार्गार्थिनामागम હોવાને લીધે અનાદિ સંસારથી પરિવર્તન પામતી જે જ્ઞપ્તિ તેનું પરિવર્તન પરમાત્મનિષ્ઠતા સિવાય અનિવાર્ય હોવાથી, જ્ઞપ્તિપરિવર્તનરૂપ કર્મોનો ક્ષય પણ સિદ્ધ થતો નથી. માટે કર્મક્ષયના અર્થીઓએ સર્વ પ્રકારે આગમની પર્યુપાસના કરવી યોગ્ય છે.
ભાવાર્થઃ — આગમની પર્યુપાસના રહિત જગતને આગમોપદેશપૂર્વક સ્વાનુભવ નહિ થતો હોવાથી તેને ‘આ અમૂર્તિક આત્મા તે હું છું અને આ સમાનક્ષેત્રાવગાહી શરીરાદિક તે પર છે’ એમ, તથા ‘આ ઉપયોગ તે હું છું અને આ ઉપયોગમિશ્રિત મોહ- રાગદ્વેષાદિભાવો તે પર છે’ એમ સ્વ -પરનું ભેદજ્ઞાન થતું નથી; તેમ જ તેને આગમોપદેશપૂર્વક સ્વાનુભવ નહિ થતો હોવાથી ‘હું જ્ઞાનસ્વભાવી એક પરમાત્મા છું’ એવું પરમાત્મજ્ઞાન પણ થતું નથી.
એ રીતે જેને (૧) સ્વપરજ્ઞાન તેમ જ (૨) પરમાત્મજ્ઞાન નથી તેને, (૧) હણાવા- યોગ્ય એવા સ્વનું અને હણનાર એવાં મોહાદિદ્રવ્યભાવકર્મરૂપ પરનું ભેદજ્ઞાન નહિ હોવાથી મોહાદિદ્રવ્યભાવકર્મોનો ક્ષય થતો નથી, તેમ જ (૨) પરમાત્મનિષ્ઠતાના અભાવને લીધે જ્ઞપ્તિનું પરિવર્તન નહિ ટળતું હોવાથી જ્ઞપ્તિપરિવર્તનરૂપ કર્મોનો પણ ક્ષય થતો નથી.
હવે, મોક્ષમાર્ગે જનારાઓને આગમ જ એક ચક્ષુ છે એમ ઉપદેશે છેઃ —