श्रद्धानशून्येनागमजनितेन ज्ञानेन, तदविनाभाविना श्रद्धानेन च संयमशून्येन, न तावत्सिद्धयति । तथाहि — आगमबलेन सक लपदार्थान् विस्पष्टं तर्कयन्नपि, यदि सक ल- पदार्थज्ञेयाकारकरम्बितविशदैकज्ञानाकारमात्मानं न तथा प्रत्येति, तदा यथोदितात्मनः श्रद्धान- शून्यतया यथोदितमात्मानमननुभवन् कथं नाम ज्ञेयनिमग्नो ज्ञानविमूढो ज्ञानी स्यात् । अज्ञानिनश्च ज्ञेयद्योतको भवन्नप्यागमः किं कुर्यात् । ततः श्रद्धानशून्यादागमान्नास्ति सिद्धिः । किञ्च, सकलपदार्थज्ञेयाकारकरम्बितविशदैकज्ञानाकारमात्मानं श्रद्दधानोऽप्यनुभवन्नपि, यदि स्वस्मिन्नेव संयम्य न वर्तयति, तदानादिमोहरागद्वेषवासनोपजनितपरद्रव्यचङ्क्रमणस्वैरिण्या- श्चिद्वृत्तेः स्वस्मिन्नेव स्थानान्निर्वासननिःकम्पैकतत्त्वमूर्च्छितचिद्वृत्त्यभावात्कथं नाम संयतः स्यात् । स्वात्मानं जानतोऽपि ममात्मैवोपादेय इति निश्चयरूपं यदि श्रद्धानं नास्ति तदा तस्य प्रदीपस्थानीय आगमः किं करोति, न किमपि । यथा वा स एव प्रदीपसहितपुरुषः स्वकीयपौरुषबलेन कूपपतनाद्यदि न निवर्तते तदा तस्य श्रद्धानं प्रदीपो द्रष्टिर्वा किं करोति, न किमपि । तथायं जीवः
ટીકાઃ — આગમજનિત જ્ઞાનથી, જો તે શ્રદ્ધાનશૂન્ય હોય તો, સિદ્ધિ થતી નથી; તથા તેના વિના ( – આગમજ્ઞાન વિના) જે હોતું નથી એવા શ્રદ્ધાનથી પણ, જો તે (શ્રદ્ધાન) સંયમશૂન્ય હોય તો, સિદ્ધિ થતી નથી. તે આ પ્રમાણેઃ
આગમબળે સકળ પદાર્થોની વિસ્પષ્ટ *તર્કણા કરતો હોવા છતાં પણ, જો જીવ સકળ પદાર્થોના જ્ઞેયાકારો સાથે +મિલિત થતું વિશદ એક જ્ઞાન જેનો આકાર છે એવા આત્માને તે પ્રકારે પ્રતીત કરતો નથી, તો યથોક્ત આત્માના શ્રદ્ધાનથી શૂન્ય હોવાને લીધે જે યથોક્ત આત્માને અનુભવતો નથી એવો તે જ્ઞેયનિમગ્ન જ્ઞાનવિમૂઢ જીવ કઇ રીતે જ્ઞાની હોય? (ન જ હોય, અજ્ઞાની જ હોય.) અને અજ્ઞાનીને, જ્ઞેયદ્યોતક હોવા છતાં પણ, આગમ શું કરે? ( – આગમ જ્ઞેયોનું પ્રકાશક હોવા છતાં પણ અજ્ઞાનીને તે શું કરે?) માટે શ્રદ્ધાનશૂન્ય આગમથી સિદ્ધિ થતી નથી.
વળી, સકળ પદાર્થોના જ્ઞેયાકારો સાથે મિલિત થતું વિશદ એક જ્ઞાન જેનો આકાર છે એવા આત્માને શ્રદ્ધતો હોવા છતાં પણ, અનુભવતો હોવા છતાં પણ, જો જીવ પોતામાં જ સંયમિત (-અંકુશિત) થઈને રહેતો નથી, તો અનાદિ મોહરાગદ્વેષની વાસનાથી જનિત જે પરદ્રવ્યમાં ભ્રમણ તેને લીધે જે સ્વૈરિણી ( – વ્યભિચારિણી, સ્વચ્છંદી) છે એવી ચિદ્વૃત્તિ ( – ચૈતન્યની પરિણતિ) પોતામાં જ રહેલી હોવાથી, વાસનારહિત નિષ્કંપ એક તત્ત્વમાં લીન ચિદ્વૃત્તિનો અભાવ હોવાથી, તે કઈ રીતે સંયત હોય? (ન જ હોય, અસંયત જ હોય.) *તર્કણા = વિચારણા; યુક્તિ વગેરેના આશ્રયવાળું જ્ઞાન. +મિલિત થતું = મિશ્રિત થતું; સંબંધ પામતું અર્થાત્ તેમને જાણતું. [સમસ્ત પદાર્થોના જ્ઞેયાકારો જેમાં
પ્રતિબિંબિત થાય છે અર્થાત્ તેમને જે જાણે છે એવું સ્પષ્ટ એક જ્ઞાન જ આત્માનું રૂપ છે.] પ્ર. ૫૬