Pravachansar (Gujarati). Gatha: 251.

< Previous Page   Next Page >


Page 462 of 513
PDF/HTML Page 493 of 544

 

background image
अथ प्रवृत्तेर्विषयविभागे दर्शयति
जोण्हाणं णिरवेक्खं सागारणगारचरियजुत्ताणं
अणुकं पयोवयारं कुव्वदु लेवो जदि वि अप्पो ।।२५१।।
जैनानां निरपेक्षं साकारानाकारचर्यायुक्तानाम्
अनुकम्पयोपकारं करोतु लेपो यद्यप्यल्पः ।।२५१।।
या किलानुकम्पापूर्विका परोपकारलक्षणा प्रवृत्तिः सा खल्वनेकान्तमैत्रीपवित्रितचित्तेषु
परोपकारे, तथापि शुभोपयोगिभिर्धर्मोपकारः कर्तव्य इत्युपदिशतिकुव्वदु करोतु स कः कर्ता
शुभोपयोगी पुरुषः कं करोतु अणुकं पयोवयारं अनुकम्पासहितोपकारं दयासहितं धर्मवात्सल्यम् यदि
किम् लेवो जदि वि अप्पो ‘‘सावद्यलेशो बहुपुण्यराशौ’’ इति दृष्टान्तेन यद्यप्यल्पलेपः स्तोकसावद्यं
भवति केषां करोतु जोण्हाणं निश्चयव्यवहारमोक्षमार्गपरिणतजैनानाम् कथम् णिरवेक्खं निरपेक्षं
ભાવાર્થઃજે શ્રમણ છ કાયની વિરાધના સહિત વૈયાવૃત્ત્યાદિ પ્રવૃત્તિ કરે છે,
તે ગૃહસ્થધર્મમાં પ્રવેશે છે; તેથી શ્રમણે વૈયાવૃત્ત્યાદિ પ્રવૃત્તિ એવી રીતે કરવી જોઈએ કે
જેથી સંયમની વિરાધના ન થાય.
અહીં એટલું વિશેષ સમજવું કેજે સ્વશરીરના પોષણ અર્થે અથવા શિષ્યાદિના
મોહથી સાવદ્યને ઇચ્છતો નથી તેને તો વૈયાવૃત્ત્યાદિકમાં પણ સાવદ્યને ન ઇચ્છવું તે
શોભાસ્પદ છે, પરંતુ જે બીજે તો સાવદ્યને ઇચ્છે છે પણ પોતાની અવસ્થાને યોગ્ય
વૈયાવૃત્ત્યાદિ ધર્મકાર્યમાં સાવદ્યને ઇચ્છતો નથી તેને તો સમ્યક્ત્વ જ નથી. ૨૫૦.
હવે પ્રવૃત્તિના વિષયના બે વિભાગો દર્શાવે છે (અર્થાત્ શુભોપયોગીએ કોના પ્રત્યે
ઉપકારની પ્રવૃત્તિ કરવાયોગ્ય છે અને કોના પ્રત્યે ઉપકારની પ્રવૃત્તિ કરવાયોગ્ય નથી તે
દર્શાવે છે)ઃ
છે અલ્પ લેપ છતાંય દર્શનજ્ઞાનપરિણત જૈનને
નિરપેક્ષતાપૂર્વક કરો ઉપકાર અનુકંપા વડે. ૨૫૧.
અન્વયાર્થઃ[यद्यपि अल्पः लेपः] અલ્પ લેપ થતો હોવા છતાં પણ [साकारा-
नाकारचर्यायुक्तानाम्] સાકાર -અનાકાર ચર્યાયુક્ત [जैनानां] જૈનોને [अनुक म्पया] અનુકંપાથી
[निरपेक्षं] નિરપેક્ષપણે [उपकारं करोतु] (શુભોપયોગી) ઉપકાર કરો.
ટીકાઃજે અનુકંપાપૂર્વક પરોપકારસ્વરૂપ પ્રવૃત્તિ તે કરવાથી જોકે અલ્પ લેપ તો
થાય છે, તોપણ અનેકાંત સાથે મૈત્રીથી જેમનું ચિત્ત પવિત્ર થયું છે એવા શુદ્ધ જૈનો પ્રત્યે
૪૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-