Pravachansar (Gujarati). Gatha: 250.

< Previous Page   Next Page >


Page 461 of 513
PDF/HTML Page 492 of 544

 

background image
अथ प्रवृत्तेः संयमविरोधित्वं प्रतिषेधयति
जदि कुणदि कायखेदं वेज्जावच्चत्थमुज्जदो समणो
ण हवदि हवदि अगारी धम्मो सो सावयाणं से ।।२५०।।
यदि करोति कायखेदं वैयावृत्त्यार्थमुद्यतः श्रमणः
न भवति भवत्यगारी धर्मः स श्रावकाणां स्यात।।२५०।।
यो हि परेषां शुद्धात्मवृत्तित्राणाभिप्रायेण वैयावृत्त्यप्रवृत्त्या स्वस्य संयमं विराधयति, स
गृहस्थधर्मानुप्रवेशात् श्रामण्यात् प्रच्यवते अतो या काचन प्रवृत्तिः सा सर्वथा
संयमाविरोधेनैव विधातव्या; प्रवृत्तावपि संयमस्यैव साध्यत्वात।।२५०।।
कुणदि कायखेदं वेज्जावच्चत्थमुज्जदो यदि चेत् करोति कायखेदं षटकायविराधनाम् कथंभूतः सन्
वैयावृत्त्यार्थमुद्यतः समणो ण हवदि तदा श्रमणस्तपोधनो न भवति तर्हि किं भवति हवदि अगारी
अगारी गृहस्थो भवति कस्मात् धम्मो सो सावयाणं से षटकायविराधनां कृत्वा योऽसौ धर्मः स
श्रावकाणां स्यात्, न च तपोधनानामिति इदमत्र तात्पर्यम्योऽसौ स्वशरीरपोषणार्थं शिष्यादिमोहेन
वा सावद्यं नेच्छति तस्येदं व्याख्यानं शोभते, यदि पुनरन्यत्र सावद्यमिच्छति वैयावृत्त्यादिस्वकीयाव-
स्थायोग्ये धर्मकार्ये नेच्छति तदा तस्य सम्यक्त्वमेव नास्तीति
।।२५०।। अथ यद्यप्यल्पलेपो भवति
હવે પ્રવૃત્તિ સંયમની વિરોધી હોવાનો નિષેધ કરે છે (અર્થાત્ શુભોપયોગી શ્રમણને
સંયમ સાથે વિરોધવાળી પ્રવૃત્તિ ન હોવી જોઈએ એમ કહે છે)ઃ
વૈયાવૃતે ઉદ્યત શ્રમણ ષટ્ કાયને પીડા કરે
તો શ્રમણ નહિ, પણ છે ગૃહી; તે શ્રાવકોનો ધર્મ છે. ૨૫૦.
અન્વયાર્થઃ[यदि] જો (શ્રમણ) [वैयावृत्त्यार्थम् उद्यतः] વૈયાવૃત્ત્ય માટે ઉદ્યમવંત
વર્તતાં [कायखेदं] છ કાયને પીડા [करोति] કરે તો તે [श्रमणः न भवति] શ્રમણ નથી, [अगारी
भवति] ગૃહસ્થ છે; (કારણ કે) [सः] તે (છ કાયની વિરાધના સહિત વૈયાવૃત્ત્ય) [श्रावकाणां
धर्मः स्यात्] શ્રાવકોનો ધર્મ છે.
ટીકાઃજે (શ્રમણ) બીજાને શુદ્ધાત્મપરિણતિનું રક્ષણ થાય એવા અભિપ્રાયથી
વૈયાવૃત્ત્યની પ્રવૃત્તિ કરતાં પોતાના સંયમની વિરાધના કરે છે, તે ગૃહસ્થધર્મમાં પ્રવેશતો
હોવાને લીધે શ્રામણ્યથી ચ્યુત થાય છે. આથી (એમ કહ્યું કે) જે કોઈ પ્રવૃત્તિ હોય તે સર્વથા
સંયમ સાથે વિરોધ ન આવે એવી રીતે જ કરવી જોઈએ, કારણ કે પ્રવૃત્તિમાં પણ સંયમ
જ સાધ્ય છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૬૧