यदा हि समधिगतशुद्धात्मवृत्तेः श्रमणस्य तत्प्रच्यावनहेतोः कस्याप्युपसर्गस्योपनिपातः स्यात्, स शुभोपयोगिनः स्वशक्त्या प्रतिचिकीर्षा प्रवृत्तिकालः । इतरस्तु स्वयं शुद्धात्मवृत्तेः समधिगमनाय केवलं निवृत्तिकाल एव ।।२५२।।
त्वाच्छ्रमणस्तं श्रमणम् । दिट्ठा दृष्टवा । कथंभूतम् । रूढं रूढं व्याप्तं पीडितं कदर्थितम् । केन । रोगेण वा अनाकुलत्वलक्षणपरमात्मनो विलक्षणेनाकुलत्वोत्पादकेन रोगेण व्याधिविशेषेण वा, छुधाए क्षुधया, तण्हाए वा तृष्णया वा, समेण वा मार्गोपवासादिश्रमेण वा । अत्रेदं तात्पर्यम् — स्वस्थभावनाविघातक- रोगादिप्रस्तावे वैयावृत्त्यं करोति, शेषकाले स्वकीयानुष्ठानं करोतीति ।।२५२।। अथ शुभोपयोगिनां तपोधनवैयावृत्त्यनिमित्तं लौकिकसंभाषणविषये निषेधो नास्तीत्युपदिशति — ण णिंदिदा शुभोपयोगि-
અન્વયાર્થઃ — [रोगेण वा] રોગથી, [क्षुधया] ક્ષુધાથી, [तृष्णया वा] તૃષાથી [श्रमेण वा] અથવા શ્રમથી [रूढम्] આક્રાંત [श्रमणं] શ્રમણને [दृष्टवा] દેખીને [साधुः] સાધુ [आत्मशक्त्या] પોતાની શક્તિ અનુસાર [प्रतिपद्यताम्] વૈયાવૃત્ત્યાદિક કરો.
ટીકાઃ — જ્યારે શુદ્ધાત્મપરિણતિને પામેલા શ્રમણને તેમાંથી ચ્યુત કરે એવું કારણ — કોઈ પણ ઉપસર્ગ — આવી પડે, ત્યારે તે કાળ શુભોપયોગીને પોતાની શક્તિ અનુસાર *પ્રતિકાર કરવાની ઇચ્છારૂપ પ્રવૃત્તિનો કાળ છે; અને તે સિવાયનો કાળ પોતાને શુદ્ધાત્મપરિણતિની પ્રાપ્તિ માટે કેવળ નિવૃત્તિનો કાળ છે.
ભાવાર્થઃ — જ્યારે શુદ્ધાત્મપરિણતિને પ્રાપ્ત શ્રમણને સ્વસ્થ ભાવનો નાશ કરનાર રોગાદિક આવી પડે, ત્યારે તે પ્રસંગે શુભોપયોગી સાધુને તેમની સેવાની ઇચ્છારૂપ પ્રવૃત્તિ હોય છે, અને બાકીના કાળે શુદ્ધાત્મપરિણતિને પ્રાપ્ત કરવા માટે નિજ અનુષ્ઠાન હોય છે. ૨૫૨.
હવે લોકની સાથે વાતચીતની પ્રવૃત્તિ તેના નિમિત્તના વિભાગ સહિત દર્શાવે છે (અર્થાત્ શુભોપયોગી શ્રમણે લોકની સાથે વાતચીતની પ્રવૃત્તિ કયા નિમિત્તે કરવાયોગ્ય છે અને કયા નિમિત્તે કરવાયોગ્ય નથી તે કહે છે)ઃ —