Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 481 of 513
PDF/HTML Page 512 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૮૧

यतः सकलस्यापि विश्ववाचकस्य सल्लक्ष्मणः शब्दब्रह्मणस्तद्वाच्यस्य सकलस्यापि सल्लक्ष्मणो विश्वस्य च युगपदनुस्यूततदुभयज्ञेयाकारतयाधिष्ठानभूतस्य सल्लक्ष्मणो ज्ञातृतत्त्वस्य निश्चयनान्निश्चितसूत्रार्थपदत्वेन निरुपरागोपयोगत्वात् शमितकषायत्वेन बहुशोऽभ्यस्तनिष्कम्पो- पयोगत्वात्तपोऽधिकत्वेन च सुष्ठु संयतोऽपि सप्तार्चिःसङ्गतं तोयमिवावश्यम्भाविविकारत्वात् लौकिकसङ्गादसंयत एव स्यात् ततस्तत्सङ्गः सर्वथा प्रतिषेध्य एव ।।२६८।। अजधागहिदत्था’ इत्यादि गाथापञ्चकम् एवं द्वात्रिंशद्गाथाभिः स्थलपञ्चकेन चतुर्थान्तराधिकारे समुदायपातनिका तद्यथाअथ लौकिकसंसर्गं प्रतिषेधयतिणिच्छिदसुत्तत्थपदो निश्चितानि ज्ञातानि निर्णीतान्यनेकान्तस्वभावनिजशुद्धात्मादिपदार्थप्रतिपादकानि सूत्रार्थपदानि येन स भवति निश्चित- सूत्रार्थपदः, समिदकसाओ परविषये क्रोधादिपरिहारेण तथाभ्यन्तरे परमोपशमभावपरिणतनिजशुद्धात्म- भावनाबलेन च शमितकषायः, तवोधिगो चावि अनशनादिबहिरङ्गतपोबलेन तथैवाभ्यन्तरे शुद्धात्मतत्त्व- भावनाविषये प्रतपनाद्विजयनाच्च तपोऽधिकश्चापि सन् स्वयं संयतः कर्ता लोगिगजणसंसग्गं ण चयदि जदि लौकिकाः स्वेच्छाचारिणस्तेषां संसर्गो लौकिकसंसर्गस्तं न त्यजति यदि चेत् संजदो ण हवदि तर्हि संयतो न भवतीति अयमत्रार्थःस्वयं भावितात्मापि यद्यसंवृतजनसंसर्गं न त्यजति तदातिपरिचयादग्निसङ्गतं जलमिव विकृतिभावं गच्छतीति ।।२६८।।

ટીકાઃ(૧) વિશ્વનો વાચક ‘સત્’લક્ષણવાળો એવો જે આખોય શબ્દબ્રહ્મ અને તે શબ્દબ્રહ્મનું વાચ્ય ‘સત્’લક્ષણવાળું એવું જે આખુંય વિશ્વ તે બન્નેના જ્ઞેયાકારો પોતાનામાં યુગપદ્ ગુંથાઈ જવાથી (જ્ઞાતૃતત્ત્વમાં એકીસાથે જણાતા હોવાથી) તે બન્નેના +અધિષ્ઠાનભૂતએવા ‘સત્’લક્ષણવાળા જ્ઞાતૃતત્ત્વનો નિશ્ચય કર્યો હોવાથી ‘સૂત્રો અને અર્થોના પદને (અધિષ્ઠાનને) જેણે નિશ્ચિત કરેલ છે એવો’ હોય, (૨) નિરુપરાગ ઉપયોગને લીધે ‘કષાયોને જેણે શમાવ્યા છે એવો’ હોય અને (૩) નિષ્કંપ ઉપયોગનો *બહુશઃ અભ્યાસ કરવાથી ‘અધિક તપવાળો’ હોયએ રીતે (આ ત્રણ કારણે) જે જીવ સારી રીતે સંયત હોય, તે (જીવ) પણ લૌકિકસંગથી (લૌકિક જનના સંગથી) અસંયત જ થાય છે, કારણ કે અગ્નિની સંગતિમાં રહેલા પાણીની માફક તેને વિકાર અવશ્યંભાવી છે. માટે લૌકિકસંગ સર્વથા નિષેધ્ય જ છે.

ભાવાર્થઃજે જીવ સંયત હોય, એટલે કે (૧) જેણે શબ્દબ્રહ્મને અને તેના વાચ્યરૂપ સમસ્ત પદાર્થોને જાણનાર જ્ઞાતૃતત્ત્વનો નિર્ણય કર્યો હોય, (૨) જેણે કષાયોને શમાવ્યા હોય અને (૩) જે અધિક તપવાળો હોય, તે જીવ પણ લૌકિક જનના સંગથી અસંયત જ થાય છે; કારણ કે જેમ અગ્નિના સંગથી પાણીમાં ગરમપણારૂપ વિકાર અવશ્ય થાય છે, તેમ લૌકિક જનના સંગને નહિ છોડનાર સંયતને અસંયતપણારૂપ વિકાર અવશ્ય થાય છે. માટે લૌકિક જનોનો સંગ સર્વ પ્રકારે ત્યાજ્ય જ છે. ૨૬૮. + જ્ઞાતૃતત્ત્વનો સ્વભાવ શબ્દબ્રહ્મને અને તેના વાચ્યરૂપ વિશ્વને યુગપદ્ જાણવાનો છે તેથી તે અપેક્ષાએ જ્ઞાતૃતત્ત્વને

શબ્દબ્રહ્મનું અને વિશ્વનું અધિષ્ઠાન (આધાર) કહેલ છે. સંયત જીવને એવા જ્ઞાતૃતત્ત્વનો નિશ્ચય હોય છે.

* બહુશઃ = (૧) ઘણો; ખૂબ; બહુ. (૨) વારંવાર. પ્ર. ૬૧