शुद्धस्य च श्रामण्यं भणितं शुद्धस्य दर्शनं ज्ञानम् ।
शुद्धस्य च निर्वाणं स एव सिद्धो नमस्तस्मै ।।२७४।।
यत्तावत्सम्यग्दर्शनज्ञानचारित्रयौगपद्यप्रवृत्तैकाग्ा्रयलक्षणं साक्षान्मोक्षमार्गभूतं श्रामण्यं तच्च
शुद्धस्यैव । यच्च समस्तभूतभवद्भाविव्यतिरेककरम्बितानन्तवस्त्वन्वयात्मकविश्वसामान्यविशेष-
प्रत्यक्षप्रतिभासात्मकं दर्शनं ज्ञानं च तत् शुद्धस्यैव । यच्च निःप्रतिघविजृम्भितसहजज्ञानानन्द-
मुद्रितदिव्यस्वभावं निर्वाणं तत् शुद्धस्यैव । यश्च टङ्कोत्कीर्णपरमानन्दावस्थासुस्थितात्मस्व-
भावोपलम्भगम्भीरो भगवान् सिद्धः स शुद्ध एव । अलं वाग्विस्तरेण, सर्वमनोरथस्थानस्य
मोक्षतत्त्वसाधनतत्त्वस्य शुद्धस्य परस्परमङ्गाङ्गिभावपरिणतभाव्यभावकभावत्वात्प्रत्यस्तमित-
स्वपरविभागो भावनमस्कारोऽस्तु ।।२७४।।
૪૯૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
અન્વયાર્થઃ — [शुद्धस्य च] શુદ્ધને ( – શુદ્ધોપયોગીને) [श्रामण्यं भणितं] શ્રામણ્ય કહ્યું
છે, [शुद्धस्य] શુદ્ધને [दर्शनं ज्ञानं] દર્શન અને જ્ઞાન કહ્યું છે, [शुद्धस्य च] શુદ્ધને [निर्वाणं]
નિર્વાણ હોય છે, [सः एव] તે જ ( – શુદ્ધ જ) [सिद्धः] સિદ્ધ હોય છે; [तस्मै नमः] તેને
નમસ્કાર હો.
ટીકાઃ — પ્રથમ તો, સમ્યગ્દર્શન -જ્ઞાન -ચારિત્રના યુગપદપણારૂપે પ્રવર્તતી એકાગ્રતા
જેનું લક્ષણ છે એવું જે સાક્ષાત્ મોક્ષમાર્ગભૂત શ્રામણ્ય, તે ‘શુદ્ધ’ને જ હોય છે; સમસ્ત
ભૂત -વર્તમાન -ભાવી વ્યતિરેકો સાથે મિલિત (મિશ્રિત), અનંત વસ્તુઓના અન્વયાત્મક જે
વિશ્વ તેના (૧) સામાન્યના અને (૨) વિશેષના પ્રત્યક્ષ પ્રતિભાસસ્વરૂપ જે (૧) દર્શન અને
(૨) જ્ઞાન, તે ‘શુદ્ધ’ને જ હોય છે; નિર્વિઘ્ન -ખીલેલાં સહજ જ્ઞાનાનંદની મુદ્રાવાળો
( – સ્વાભાવિક જ્ઞાન અને આનંદની છાપવાળો) દિવ્ય જેનો સ્વભાવ છે એવું જે નિર્વાણ,
તે ‘શુદ્ધ’ને જ હોય છે; અને ટંકોત્કીર્ણ પરમાનંદ -અવસ્થારૂપે સુસ્થિત આત્મસ્વભાવની
ઉપલબ્ધિથી ગંભીર એવા જે ભગવાન સિદ્ધ, તે ‘શુદ્ધ’ જ હોય છે (અર્થાત્ શુદ્ધોપયોગી
જ સિદ્ધ થાય છે). વચનવિસ્તારથી બસ થાઓ; સર્વ મનોરથના સ્થાનભૂત, મોક્ષતત્ત્વના
સાધનતત્ત્વરૂપ ‘શુદ્ધ’ને, જેમાંથી પરસ્પર અંગ -અંગીપણે પરિણમેલા ૧ભાવક -ભાવ્યપણાને
લીધે સ્વપરનો વિભાગ અસ્ત થયો છે એવો ભાવનમસ્કાર હો. ૨૭૪.
शत्रुमित्रादिसमभावपरिणतिरूपं साक्षान्मोक्षकारणं यच्छ्रामण्यम् । तत्तावत्त्त्त्त्क स्य । सुद्धस्स य शुद्धस्य च
शुद्धोपयोगिन एव । सुद्धस्स दंसणं णाणं त्रैलोक्योदरविवरवर्तित्रिकालविषयसमस्तवस्तुगतानन्तधर्मैक-----
समयसामान्यविशेषपरिच्छित्तिसमर्थं यद्दर्शनज्ञानद्वयं तच्छुद्धस्यैव । सुद्धस्स य णिव्वाणं अव्याबाधानन्त-
सुखादिगुणाधारभूतं पराधीनरहितत्वेन स्वायत्तं यन्निर्वाणं तच्छुद्धस्यैव । सो च्चिय सिद्धो यो
૧. ભાવક ( – ભાવનમસ્કાર કરનાર) તે અંગ ( – અંશ) છે અને ભાવ્ય ( – ભાવનમસ્કાર કરવાયોગ્ય પદાર્થ)
તે અંગી ( – અંશી) છે, તેથી આ ભાવનમસ્કારમાં ભાવક તેમ જ ભાવ્ય પોતે જ છે ( – ભાવક પોતે અને
ભાવ્ય પર એમ નથી).