ननु कोऽयमात्मा कथं चावाप्यत इति चेत्, अभिहितमेतत् पुनरप्यभिधीयते । आत्मा हि तावच्चैतन्यसामान्यव्याप्तानन्तधर्माधिष्ठात्रेकं द्रव्यमनन्तधर्मव्यापकानन्तनयव्याप्येकश्रुत- ज्ञानलक्षणप्रमाणपूर्वकस्वानुभवप्रमीयमाणत्वात् । तत्तु द्रव्यनयेन पटमात्रवच्चिन्मात्रम् १ । पर्यायनयेन तन्तुमात्रवद्दर्शनज्ञानादिमात्रम् २ । अस्तित्वनयेनायोमयगुणकार्मुकान्तरालवर्ति- संहितावस्थलक्ष्योन्मुखविशिखवत् स्वद्रव्यक्षेत्रकालभावैरस्तित्ववत् ३ । नास्तित्वनयेनानयोमया- गुणकार्मुकान्तरालवर्त्यसंहितावस्थालक्ष्योन्मुखप्राक्त नविशिखवत् परद्रव्यक्षेत्रकालभावैर्नास्ति-
अत्राह शिष्यः — परमात्मद्रव्यं यद्यपि पूर्वं बहुधा व्याख्यातम्, तथापि संक्षेपेण पुनरपि कथ्यतामिति । भगवानाह — केवलज्ञानाद्यनन्तगुणानामाधारभूतं यत्तदात्मद्रव्यं भण्यते । तस्य च नयैः
કરવામાં આવે તો તેનો ઉત્તર (પૂર્વે) કહેવાઈ ગયો છે અને (અહીં) ફરીને પણ કહેવામાં આવે છેઃ —
પ્રથમ તો, આત્મા ખરેખર ચૈતન્યસામાન્ય વડે વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા (સ્વામી) એક દ્રવ્ય છે, કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો તેમાં વ્યાપનારું જે એક શ્રુતજ્ઞાનસ્વરૂપ પ્રમાણ તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે (તે આત્મદ્રવ્ય) પ્રમેય થાય છે ( – જણાય) છે.
તે આત્મદ્રવ્ય દ્રવ્યનયે, પટમાત્રની માફક, ચિન્માત્ર છે (અર્થાત્ આત્મા દ્રવ્યનયે ચૈતન્યમાત્ર છે, જેમ વસ્ત્ર વસ્ત્રમાત્ર છે તેમ). ૧.
આત્મદ્રવ્ય પર્યાયનયે, તંતુમાત્રની માફક, દર્શનજ્ઞાનાદિમાત્ર છે (અર્થાત્ આત્મા પર્યાયનયે દર્શનજ્ઞાનચારિત્રાદિમાત્ર છે, જેમ વસ્ત્ર તંતુમાત્ર છે તેમ). ૨.
આત્મદ્રવ્ય અસ્તિત્વનયે સ્વદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી અસ્તિત્વવાળું છે; — લોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યોન્મુખ તીરની માફક. (જેમ કોઈ તીર સ્વદ્રવ્યથી લોહમય છે, સ્વક્ષેત્રથી દોરી ને કામઠાના વચગાળામાં રહેલું છે, સ્વકાળથી સંધાન -દશામાં છે અર્થાત્ ધનુષ્ય પર ચડાવીને ખેંચાયેલી સ્થિતિમાં છે અને સ્વભાવથી લક્ષ્યોન્મુખ છે અર્થાત્ નિશાનની સન્મુખ છે, તેમ આત્મા અસ્તિત્વનયે સ્વચતુષ્ટયથી અસ્તિત્વવાળો છે.) ૩.
આત્મદ્રવ્ય નાસ્તિત્વનયે પરદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી નાસ્તિત્વવાળું છે; — અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને અલક્ષ્યોન્મુખ એવા પહેલાંના તીરની માફક. (જેમ પહેલાંનું તીર અન્ય તીરના દ્રવ્યની અપેક્ષાથી અલોહમય છે, અન્ય તીરના ક્ષેત્રની અપેક્ષાથી દોરી ને કામઠાના વચગાળામાં નહિ રહેલું છે, અન્ય તીરના કાળની અપેક્ષાથી સંધાયેલી સ્થિતિમાં નહિ રહેલું છે અને