નાસ્તિત્વવાળો છે.) ૪.
આત્મદ્રવ્ય અસ્તિત્વનાસ્તિત્વનયે ક્રમશઃ સ્વપરદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી અસ્તિત્વ- નાસ્તિત્વવાળું છે; — લોહમય તેમ જ અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા તેમ જ દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમ જ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોન્મુખ તેમ જ અલક્ષ્યોન્મુખ એવા પહેલાંના તીરની માફક. (જેમ પહેલાંનું તીર ક્રમશઃ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી લોહમયાદિ અને અલોહમયાદિ છે, તેમ આત્મા અસ્તિત્વનાસ્તિત્વનયે ક્રમશઃ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી અસ્તિત્વવાળો અને નાસ્તિત્વવાળો છે.) ૫.
આત્મદ્રવ્ય અવક્તવ્યનયે યુગપદ્ સ્વપરદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી અવક્તવ્ય છે; — લોહમય તેમ જ અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા તેમ જ દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમ જ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોન્મુખ તેમ જ અલક્ષ્યોન્મુખ એવા પહેલાંના તીરની માફક. (જેમ પહેલાંનું તીર યુગપદ્ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી યુગપદ્ લોહમયાદિ અને અલોહમયાદિ હોવાથી અવક્તવ્ય છે, તેમ આત્મા અવક્તવ્યનયે યુગપદ્ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી અવક્તવ્ય છે.) ૬.
આત્મદ્રવ્ય અસ્તિત્વ -અવક્તવ્યનયે સ્વદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી તથા યુગપદ્ સ્વપરદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી અસ્તિત્વવાળું -અવક્તવ્ય છે; — (સ્વચતુષ્ટયથી) લોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યોન્મુખ એવા તથા (યુગપદ્ સ્વપરચતુષ્ટયથી) લોહમય તેમ જ અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા તેમજ દોરીને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમ જ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોન્મુખ તેમ જ અલક્ષ્યોન્મુખ એવા પહેલાંના