वस्थलक्ष्योन्मुखालक्ष्योन्मुखप्राक्तनविशिखवत् परद्रव्यक्षेत्रकालभावैर्युगपत्स्वपरद्रव्यक्षेत्रकाल-
અપેક્ષાથી (૧) લોહમયાદિ તથા (૨) ન કહી શકાય એવું છે, તેમ આત્મા અસ્તિત્વ-
અવક્તવ્યનયે (૧) સ્વચતુષ્ટયની તથા (૨) યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી
(૧) અસ્તિત્વવાળો તથા (૨) અવકતવ્ય છે.] ૭.
આત્મદ્રવ્ય નાસ્તિત્વ -અવક્તવ્યનયે પરદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી તથા યુગપદ્ સ્વ- પરદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી નાસ્તિત્વવાળું -અવક્તવ્ય છે; — (પરચતુષ્ટયથી) અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને અલક્ષ્યોન્મુખ એવા તથા (યુગપદ્ સ્વપરચતુષ્ટયથી) લોહમય તેમ જ અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા તેમ જ દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમ જ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોન્મુખ તેમ જ અલક્ષ્યોન્મુખ એવા પહેલાંના તીરની માફક. [જેમ પ્રથમનું તીર (૧) પરચતુષ્ટયની તથા (૨) એકીસાથે સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧) અલોહમયાદિ તથા (૨) અવક્તવ્ય છે, તેમ આત્મા નાસ્તિત્વ -અવક્તવ્યનયે (૧) પરચતુષ્ટયની તથા (૨) યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧) નાસ્તિત્વવાળો તથા (૨) અવક્તવ્ય છે.] ૮. આત્મદ્રવ્ય અસ્તિત્વ -નાસ્તિત્વ -અવક્તવ્યનયે સ્વદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી, પરદ્રવ્ય -ક્ષેત્ર- કાળ -ભાવથી તથા યુગપદ્ સ્વપરદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી અસ્તિત્વવાળું -નાસ્તિત્વવાળું- અવક્તવ્ય છે; — (સ્વચતુષ્ટયથી) લોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યોન્મુખ એવા, (પરચતુષ્ટયથી) અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને અલક્ષ્યોન્મુખ એવા તથા (યુગપદ્ સ્વપરચતુષ્ટયથી) લોહમય તેમ જ અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા તેમ જ દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમ જ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોન્મુખ તેમ જ અલક્ષ્યોન્મુખ એવા પહેલાંના તીરની માફક. [જેમ પહેલાંનું તીર (૧) સ્વચતુષ્ટયની, (૨) પરચતુષ્ટયની તથા (૩) યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧) લોહમય, (૨) અલોહમય તથા