प्राक्त नविशिखवत् स्वद्रव्यक्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकालभावैर्युगपत्स्वपरद्रव्यक्षेत्रकालभावैश्चास्ति-
(૨) પરચતુષ્ટયની તથા (૩) યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧) અસ્તિત્વવાળો,
(૨) નાસ્તિત્વવાળો તથા (૩) અવક્તવ્ય છે.] ૯.
આત્મદ્રવ્ય વિકલ્પનયે, બાળક, કુમાર અને વૃદ્ધ એવા એક પુરુષની માફક, સવિકલ્પ છે (અર્થાત્ આત્મા ભેદનયે, ભેદ સહિત છે, જેમ એક પુરુષ, બાળક, કુમાર અને વૃદ્ધ એવા ભેદવાળો છે તેમ). ૧૦.
આત્મદ્રવ્ય અવિકલ્પનયે, એક પુરુષમાત્રની માફક, અવિકલ્પ છે (અર્થાત્ અભેદનયે આત્મા અભેદ છે, જેમ એક પુરુષ બાળક -કુમાર -વૃદ્ધ એવા ભેદો વિનાનો એક પુરુષમાત્ર છે તેમ). ૧૧.
આત્મદ્રવ્ય નામનયે, નામવાળાની માફક, શબ્દબ્રહ્મને સ્પર્શનારું છે (અર્થાત્ આત્મા નામનયે શબ્દબ્રહ્મથી કહેવાય છે, જેમ નામવાળો પદાર્થ તેના નામરૂપ શબ્દથી કહેવાય છે તેમ). ૧૨.
આત્મદ્રવ્ય સ્થાપનાનયે, મૂર્તિપણાની માફક, સર્વ પુદ્ગલોને અવલંબનારું છે (અર્થાત્ સ્થાપનાનયે આત્મદ્રવ્યની પૌદ્ગલિક સ્થાપના કરી શકાય છે, મૂર્તિની માફક). ૧૩.
આત્મદ્રવ્ય દ્રવ્યનયે, બાળક શેઠની માફક અને શ્રમણ રાજાની માફક, અનાગત અને અતીત પર્યાયે પ્રતિભાસે છે (અર્થાત્ આત્મા દ્રવ્યનયે ભાવી અને ભૂત પર્યાયરૂપે ખ્યાલમાં આવે છે, જેમ બાળક શેઠપણાસ્વરૂપ ભાવી પર્યાયરૂપે ખ્યાલમાં આવે છે અને મુનિ રાજાસ્વરૂપ ભૂત પર્યાયરૂપે ખ્યાલમાં આવે છે તેમ). ૧૪.
આત્મદ્રવ્ય ભાવનયે, પુરુષ સમાન પ્રવર્તતી સ્ત્રીની માફક, તત્કાળના (વર્તમાન) પર્યાયરૂપે ઉલ્લસે – પ્રકાશે – પ્રતિભાસે છે (અર્થાત્ આત્મા ભાવનયે વર્તમાન પર્યાયરૂપે પ્રકાશે છે, જેમ પુરુષ સમાન પ્રવર્તતી સ્ત્રી પુરુષત્વરૂપ પર્યાયરૂપે પ્રતિભાસે છે તેમ). ૧૫.