આત્મદ્રવ્ય સામાન્યનયે, હાર – માળા – કંઠીના દોરાની માફક, વ્યાપક છે (અર્થાત્ આત્મા સામાન્યનયે સર્વ પર્યાયોમાં વ્યાપે છે, જેમ મોતીની માળાનો દોરો સર્વ મોતીમાં વ્યાપે છે તેમ). ૧૬.
આત્મદ્રવ્ય વિશેષનયે, તેના એક મોતીની માફક, અવ્યાપક છે (અર્થાત્ આત્મા વિશેષ- નયે અવ્યાપક છે, જેમ પૂર્વોક્ત માળાનું એક મોતી આખી માળામાં અવ્યાપક છે તેમ). ૧૭.
આત્મદ્રવ્ય નિત્યનયે, નટની માફક, અવસ્થાયી છે (અર્થાત્ આત્મા નિત્યનયે નિત્ય – ટકનારો છે, જેમ રામ -રાવણરૂપ અનેક અનિત્ય સ્વાંગ ધરતો હોવા છતાં પણ નટ તેનો તે જ નિત્ય છે તેમ). ૧૮.
આત્મદ્રવ્ય અનિત્યનયે, રામ -રાવણની માફક, અનવસ્થાયી છે (અર્થાત્ આત્મા અનિત્યનયે અનિત્ય છે, જેમ નટે ધારણ કરેલા રામ -રાવણરૂપ સ્વાંગ અનિત્ય છે તેમ). ૧૯.
આત્મદ્રવ્ય સર્વગતનયે, ખુલ્લી રાખેલી આંખની માફક, સર્વવર્તી (બધામાં વ્યાપનારું) છે. ૨૦.
આત્મદ્રવ્ય અસર્વગતનયે, મીંચેલી આંખની માફક, આત્મવર્તી (પોતામાં રહેનારું) છે. ૨૧.
આત્મદ્રવ્ય શૂન્યનયે, શૂન્ય (ખાલી) ઘરની માફક, એકલું (અમિલિત) ભાસે છે. ૨૨. આત્મદ્રવ્ય અશૂન્યનયે, લોકોથી ભરેલા વહાણની માફક, મિલિત ભાસે છે. ૨૩. આત્મદ્રવ્ય જ્ઞાનજ્ઞેય -અદ્વૈતનયે (જ્ઞાન અને જ્ઞેયના અદ્વૈતરૂપ નયે), મોટા ઇંધનસમૂહરૂપે પરિણત અગ્નિની માફક, એક છે. ૨૪.
આત્મદ્રવ્ય જ્ઞાનજ્ઞેયદ્વૈતનયે, પરનાં પ્રતિબિંબોથી સંપૃકત દર્પણની માફક, અનેક છે (અર્થાત્ આત્મા જ્ઞાન અને જ્ઞેયના દ્વૈતરૂપ નયે અનેક છે, જેમ પર -પ્રતિબિંબોના સંગવાળો અરીસો અનેકરૂપ છે તેમ). ૨૫.
આત્મદ્રવ્ય નિયતિનયે નિયત સ્વભાવે ભાસે છે, જેને ઉષ્ણતા નિયમિત (નિયત) હોય છે એવા અગ્નિની માફક. [આત્મા નિયતિનયે નિયતસ્વભાવવાળો ભાસે છે, જેમ પ્ર. ૬૩