આત્મદ્રવ્ય અનિયતિનયે અનિયત સ્વભાવે ભાસે છે, જેને ઉષ્ણતા નિયતિથી ( – નિયમ વડે) નિયમિત નથી એવા પાણીની માફક. [આત્મા અનિયતિનયે અનિયત- સ્વભાવવાળો ભાસે છે, જેમ પાણીને (અગ્નિના નિમિત્તે થતી) ઉષ્ણતા અનિયત હોવાથી પાણી અનિયતસ્વભાવવાળું ભાસે છે તેમ.] ૨૭.
આત્મદ્રવ્ય સ્વભાવનયે સંસ્કારને નિરર્થક કરનારું છે (અર્થાત્ આત્માને સ્વભાવનયે સંસ્કાર નિરુપયોગી છે), જેને કોઈથી અણી કાઢવામાં આવતી નથી (પણ જે સ્વભાવથી જ અણીવાળો હોય છે) એવા તીક્ષ્ણ કાંટાની માફક. ૨૮.
આત્મદ્રવ્ય અસ્વભાવનયે સંસ્કારને સાર્થક કરનારું છે (અર્થાત્ આત્માને અસ્વભાવનયે સંસ્કાર ઉપયોગી છે), જેને (સ્વભાવથી અણી હોતી નથી પણ સંસ્કાર કરીને) લુહાર વડે અણી કાઢવામાં આવી હોય છે એવા તીક્ષ્ણ તીરની માફક. ૨૯.
આત્મદ્રવ્ય કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે, ઉનાળાના દિવસ અનુસાર પાકતા આમ્રફળની માફક. [કાળનયે આત્મદ્રવ્યની સિદ્ધિ સમય પર આધાર રાખે છે, ઉનાળાના દિવસ અનુસાર પાકતી કેરીની માફક.] ૩૦.
આત્મદ્રવ્ય અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે, કૃત્રિમ ગરમીથી પકવવામાં આવતા આમ્રફળની માફક. ૩૧.
આત્મદ્રવ્ય પુરુષકારનયે જેની સિદ્ધિ યત્નસાધ્ય છે એવું છે, જેને પુરુષકારથી *લીંબુનું ઝાડ પ્રાપ્ત થાય છે ( – ઊગે છે) એવા પુરુષકારવાદીની માફક. [પુરુષાર્થનયે આત્માની સિદ્ધિ પ્રયત્નથી થાય છે, જેમ કોઈ પુરુષાર્થવાદી મનુષ્યને પુરુષાર્થથી લીંબુનું ઝાડ પ્રાપ્ત થાય છે તેમ.] ૩૨.
આત્મદ્રવ્ય દૈવનયે જેની સિદ્ધિ અયત્નસાધ્ય છે ( – યત્ન વિના થાય છે) એવું છે, પુરુષકારવાદીએ દીધેલા *લીંબુના ઝાડની અંદરથી જેને (યત્ન વિના, દૈવથી) માણેક *અહીં ‘मधुकुक्कुटी’નો અર્થ ‘લીંબુનું ઝાડ’ કર્યો છે. શ્રી પાંડે હેમરાજજીએ હિંદી પ્રવચનસારમાં