रहितपरमानन्दैकलक्षणसुखामृतरसास्वादानुभवमलभमानः सन् पूर्णमासीदिवसे जलकल्लोलक्षुभितसमुद्र
આત્મદ્રવ્ય ઈશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે, ધાવની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક. ૩૪.
આત્મદ્રવ્ય અનીશ્વરનયે સ્વતંત્રતા ભોગવનાર છે, હરણને સ્વચ્છંદે (સ્વતંત્રપણે, પોતાની મરજી અનુસાર) ફાડી ખાતા સિંહની માફક. ૩૫.
આત્મદ્રવ્ય ગુણીનયે ગુણગ્રાહી છે, શિક્ષક વડે જેને કેળવણી આપવામાં આવે છે એવા કુમારની માફક. ૩૬.
આત્મદ્રવ્ય અગુણીનયે કેવળ સાક્ષી જ છે ( – ગુણગ્રાહી નથી), શિક્ષક વડે જેને કેળવણી આપવામાં આવે છે એવો જે કુમાર તેને જોનાર પુરુષની ( – પ્રેક્ષકની) માફક. ૩૭.
આત્મદ્રવ્ય કર્તૃનયે, રંગરેજની માફક, રાગાદિપરિણામનું કરનાર છે (અર્થાત્ આત્મા કર્તાનયે રાગાદિ પરિણામોનો કર્તા છે, જેમ રંગારો રંગકામનો કરનાર છે તેમ). ૩૮.
આત્મદ્રવ્ય અકર્તૃનયે કેવળ સાક્ષી જ છે ( – કર્તા નથી), પોતાના કાર્યમાં પ્રવૃત્ત રંગરેજને જોનાર પુરુષની ( – પ્રેક્ષકની) માફક. ૩૯.
આત્મદ્રવ્ય ભોક્તૃનયે સુખદુઃખાદિનું ભોગવનાર છે, હિતકારી -અહિતકારી અન્નને ખાનાર રોગીની માફક. [આત્મા ભોક્તાનયે સુખદુઃખાદિને ભોગવે છે, જેમ હિતકારી કે અહિતકારી અન્નને ખાનાર રોગી સુખ કે દુઃખને ભોગવે છે તેમ.] ૪૦.
આત્મદ્રવ્ય અભોક્તૃનયે કેવળ સાક્ષી જ છે, હિતકારી -અહિતકારી અન્નને ખાનાર રોગીને જોનાર વૈદ્યની માફક. [આત્મા અભોક્તાનયે કેવળ સાક્ષી જ છે — ભોક્તા નથી, જેમ સુખદુઃખને ભોગવનાર રોગીને જોનાર જે વૈદ્ય તે તો કેવળ સાક્ષી જ છે તેમ.] ૪૧.