इति । स एव वीतरागसर्वज्ञप्रणीतोपदेशात् एकेन्द्रियविकलेन्द्रियपञ्चेन्द्रियसंज्ञिपर्याप्तमनुष्यदेशकुल-
આત્મદ્રવ્ય ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, થાંભલા વડે માથું ભેદાતાં દ્રષ્ટિ ઉત્પન્ન થઈને જેને નિધાન મળે છે એવા અંધની માફક. [ક્રિયાનયે આત્મા અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય એવો છે, જેમ કોઈ અંધ પુરુષને પત્થરના થાંભલા સાથે માથું ફોડવાથી માથામાંના લોહીનો વિકાર દૂર થવાને લીધે આંખો ખૂલી જાય અને નિધાન પ્રાપ્ત થાય તેમ.] ૪૨.
આત્મદ્રવ્ય જ્ઞાનનયે વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણિ ખરીદનાર એવો જે ઘરના ખૂણામાં રહેલો વેપારી તેની માફક. [જ્ઞાનનયે આત્માને વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ થાય છે, જેમ ઘરના ખૂણામાં બેઠેલો વેપારી ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણિ ખરીદી લે તેમ.] ૪૩.
આત્મદ્રવ્ય વ્યવહારનયે બંધ અને મોક્ષને વિષે +દ્વૈતને અનુસરનારું છે, બંધક (બંધ કરનાર) અને મોચક (મુક્ત કરનાર) એવા અન્ય પરમાણુ સાથે સંયુક્ત થતા અને તેનાથી વિયુક્ત થતા એવા પરમાણુની માફક. [વ્યવહારનયે આત્મા બંધ અને મોક્ષમાં (પુદ્ગલ સાથે) દ્વૈતને પામે છે, જેમ પરમાણુના બંધને વિષે તે પરમાણુ અન્ય પરમાણુ સાથે સંયોગ પામવારૂપ દ્વૈતને પામે છે અને પરમાણુના મોક્ષને વિષે તે પરમાણુ અન્ય પરમાણુથી છૂટો થવારૂપ દ્વૈતને પામે છે તેમ.] ૪૪.
આત્મદ્રવ્ય નિશ્ચયનયે બંધ અને મોક્ષને વિષે અદ્વૈતને અનુસરનારું છે, એકલો બંધાતો અને મુકાતો એવો જે બંધમોક્ષોચિત સ્નિગ્ધત્વરૂક્ષત્વગુણે પરિણત પરમાણુ તેની માફક. [નિશ્ચયનયે આત્મા એકલો જ બદ્ધ અને મુક્ત થાય છે, જેમ બંધ અને મોક્ષને ઉચિત એવા સ્નિગ્ધત્વગુણે કે રૂક્ષત્વગુણે પરિણમતો પરમાણુ એકલો જ બદ્ધ અને મુક્ત થાય છે તેમ.] ૪૫.
આત્મદ્રવ્ય અશુદ્ધનયે, ઘટ અને રામપાત્રથી વિશિષ્ટ માટીમાત્રની માફક, સોપાધિસ્વભાવવાળું છે. ૪૬.
આત્મદ્રવ્ય શુદ્ધનયે, કેવળ માટીમાત્રની માફક, નિરુપાધિસ્વભાવવાળું છે. ૪૭. +દ્વૈત = બે -પણું. [વ્યવહારનયે આત્માના બંધને વિષે કર્મ સાથેના સંયોગની અપેક્ષા આવતી હોવાથી દ્વૈત છે અને આત્માના મોક્ષને વિષે કર્મના વિયોગની અપેક્ષા આવતી હોવાથી ત્યાં પણ દ્વૈત છે.]