परस्परमतद्भावमात्रेणाशक्यविवेचनत्वादमेचकस्वभावैकधर्मव्यापकैकधर्मित्वाद्यथोदितैकान्तात्मा-
त्मद्रव्यम् । युगपदनन्तधर्मव्यापकानन्तनयव्याप्येकश्रुतज्ञानलक्षणप्रमाणेन निरूप्यमाणं तु
वर्तनादिपरंपरादुर्लभान्यपि कथंचित्काकतालीयन्यायेनावाप्य सकलविमलकेवलज्ञानदर्शनस्वभावनिज-
[અર્થઃ — જેટલા ૧વચનપંથ છે તેટલા ખરેખર નયવાદ છે; અને જેટલા નયવાદ છે તેટલા જ પરસમય (પર મત) છે.
પરસમયોનું (મિથ્યામતીઓનું) વચન સર્વથા (અર્થાત્ અપેક્ષા વિના) કહેવામાં આવતું હોવાથી ખરેખર મિથ્યા છે; અને જૈનોનું વચન કથંચિત્ (અર્થાત્ અપેક્ષા સહિત) કહેવામાં આવતું હોવાથી ખરેખર સમ્યક્ છે.]
એ રીતે આ (ઉપરોક્ત) સૂચન પ્રમાણે (અર્થાત્ ૪૭ નયોમાં સમજાવ્યું તે વિધિથી) એક એક ધર્મમાં એક એક નય (વ્યાપે) એમ અનંત ધર્મોમાં વ્યાપક અનંત નયો વડે નિરૂપણ કરવામાં આવે તો, સમુદ્રની અંદર મળતા ૨શ્વેત -નીલ ગંગા -યમુનાના જળસમૂહની માફક, અનંત ધર્મોને પરસ્પર અતદ્ભાવમાત્ર વડે જુદા પાડવા અશક્ય હોવાથી, આત્મદ્રવ્ય ૩અમેચકસ્વભાવવાળું, એક ધર્મમાં વ્યાપનારું, એક ધર્મી હોવાને લીધે યથોક્ત એકાંતાત્મક (એકધર્મસ્વરૂપ) છે. પરંતુ યુગપદ્ અનંત ધર્મોમાં વ્યાપક એવા અનંત નયોમાં વ્યાપનારા એક શ્રુતજ્ઞાનસ્વરૂપ પ્રમાણ વડે નિરૂપણ કરવામાં આવે તો, બધી નદીઓના જળસમૂહના ૧. વચનપંથ = વચનના પ્રકાર. [જેટલા વચનના પ્રકારો છે તેટલા નયો છે. અપેક્ષા સહિત નય તે
સમ્યક્ નય છે અને અપેક્ષા રહિત નય તે મિથ્યા નય છે; તેથી જેટલા સમ્યક્ નયો છે તેટલા જ મિથ્યા નયો છે.] ૨. ગંગાનું પાણી શ્વેત હોય છે અને જમનાનું પાણી નીલ (વાદળી) હોય છે. ૩. અમેચક = અભેદ; વિવિધતા રહિત; એક.