Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 503 of 513
PDF/HTML Page 534 of 544

 

background image
છે, તેથી જ્ઞપ્તિવ્યક્તિઓનાં નિમિત્તરૂપ હોવાથી જે જ્ઞેયભૂત છે એવી બાહ્યપદાર્થવ્યક્તિઓ
પ્રત્યે તેને મૈત્રી પ્રવર્તે છે, તેથી આત્મવિવેક શિથિલ થયો હોવાને લીધે અત્યંત બહિર્મુખ
એવો તે ફરીને પૌદ્ગલિક કર્મને રચનારા રાગદ્વેષદ્વૈતરૂપે પરિણમે છે અને તેથી તેને
આત્મપ્રાપ્તિ દૂર જ છે. પરંતુ હવે જ્યારે આ જ આત્મા પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડને
પ્રચંડ કરવાથી અનાદિ -પૌદ્ગલિક -કર્મરચિત મોહને
વધ્યઘાતકના વિભાગજ્ઞાનપૂર્વક વિભક્ત
(જુદો) કરવાને લીધે (પોતે) કેવળ આત્મભાવનાના (આત્માના અનુભવના) પ્રભાવ વડે
પરિણતિ નિશ્ચળ કરી હોવાથી સમુદ્રની માફક પોતામાં જ અતિ નિષ્કંપ રહેતો થકો
એકીસાથે જ અનંત જ્ઞપ્તિવ્યક્તિઓમાં વ્યાપીને અવકાશના અભાવને લીધે બિલકુલ વિવર્તન
(પરિવર્તન) પામતો નથી, ત્યારે જ્ઞપ્તિવ્યક્તિઓનાં નિમિત્તરૂપ હોવાથી જે જ્ઞેયભૂત છે એવી
બાહ્યપદાર્થવ્યક્તિઓ પ્રત્યે તેને ખરેખર મૈત્રી પ્રવર્તતી નથી અને તેથી આત્મવિવેક સુપ્રતિષ્ઠિત
(સુસ્થિત) થયો હોવાને લીધે અત્યંત અંતર્મુખ થયેલો એવો આ આત્મા પૌદ્ગલિક કર્મને
રચનારા રાગદ્વેષદ્વૈતરૂપ પરિણતિથી દૂર થયો થકો પૂર્વે નહિ અનુભવેલા અપૂર્વ
જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માને અત્યંતપણે જ પ્રાપ્ત કરે છે. જગત પણ જ્ઞાનાનંદાત્મક
પરમાત્માને પ્રાપ્ત કરો જ.
बहिरर्थव्यक्तिषु प्रवृत्तमैत्रीकस्य शिथिलितात्मविवेकतयात्यन्तबहिर्मुखस्य पुनः पौद्गलिक-
कर्मनिर्मापकरागद्वेषद्वैतमनुवर्तमानस्य दूरत एवात्मावाप्तिः
अथ यदा त्वयमेव प्रचण्ड-
कर्मकाण्डोच्चण्डीकृताखण्डज्ञानकाण्डत्वेनानादिपौद्गलिकक र्मनिर्मितस्य मोहस्य वध्यघातकविभाग-
ज्ञानपूर्वकविभागकरणात
् केवलात्मभावानुभावनिश्चलीकृतवृत्तितया तोयाकर इवात्मन्येवाति-
निष्प्रकम्पस्तिष्ठन् युगपदेव व्याप्यानन्ता ज्ञप्तिव्यक्तीरवकाशाभावान्न जातु विवर्तते, तदास्य
ज्ञप्तिव्यक्तिनिमित्ततया ज्ञेयभूतासु बहिरर्थव्यक्तिषु न नाम मैत्री प्रवर्तते; ततः
सुप्रतिष्ठितात्मविवेकतयात्यन्तमन्तर्मुखीभूतः पौद्गलिककर्मनिर्मापकरागद्वेषद्वैतानुवृत्तिदूरीभूतो
दूरत एवाननुभूतपूर्वमपूर्वज्ञानानन्दस्वभावं भगवन्तमात्मानमवाप्नोति
अवाप्नोत्वेव
ज्ञानानन्दात्मानं जगदपि परमात्मानमिति
लक्षणसुखामृतरसास्वादानुभवलाभे सत्यमावास्या दिवसे जलकल्लोलक्षोभरहितसमुद्र इव रागद्वेष-
मोहकल्लोलक्षोभरहितप्रस्तावे यदा निजशुद्धात्मस्वरूपे स्थिरो भवति तदा तदैव निजशुद्धात्मस्वरूपं

प्राप्नोति
।।
૧. વ્યક્તિઓ = પ્રગટતાઓ; પર્યાયો; વિશેષો. [બાહ્યપદાર્થવિશેષો જ્ઞપ્તિવિશેષોનાં નિમિત્ત હોવાથી
જ્ઞેયભૂત છે.]
૨. આત્મા વધ્ય અર્થાત્ હણાવાયોગ્ય છે અને મોહ ઘાતક અર્થાત્ હણનાર છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પિ૨શિષ્ટ
૫૦૩