इति श्रीजयसेनाचार्यकृतायां तात्पर्यवृत्तौ एवं पूर्वोक्तक्रमेण ‘एस सुरासुर’ इत्याद्येकोत्तरशत- गाथापर्यन्तं सम्यग्ज्ञानाधिकारः, तदनन्तरं ‘तम्हा तस्स णमाइं’ इत्यादि त्रयोदशोत्तरशतगाथापर्यन्तं
સરિતામાં) જે ડૂબેલું છે, જગતને જોવાને સમર્થ એવી મહાસંવેદનરૂપી શ્રી (મહાજ્ઞાનરૂપી લક્ષ્મી) જેમાં મુખ્ય છે, ઉત્તમ રત્નના કિરણ જેવું જે સ્પષ્ટ છે અને જે ઇષ્ટ છે એવા ઉલ્લસતા (પ્રકાશમાન, આનંદમય) સ્વતત્ત્વને જનો સ્યાત્કારલક્ષણ જિનેશશાસનના વશે પામો ( – ‘સ્યાત્કાર’ જેનું ચિહ્ન છે એવા જિનભગવાનના શાસનનો આશ્રય કરીને પામો).
[હવે, ‘અમૃતચંદ્રસૂરિ આ ટીકાના રચનાર છે’ એમ માનવું યોગ્ય નથી એવા અર્થના કાવ્ય દ્વારા યથાર્થ વસ્તુસ્વરૂપને દર્શાવી સ્વતત્ત્વપ્રાપ્તિની પ્રેરણા કરવામાં આવે છેઃ]
[અર્થઃ] (ખરેખર પુદ્ગલો જ સ્વયં શબ્દરૂપે પરિણમે છે, આત્મા તેમને પરિણમાવી શકતો નથી, તેમ જ ખરેખર સર્વ પદાર્થો જ સ્વયં જ્ઞેયપણે – પ્રમેયપણે પરિણમે છે, શબ્દો તેમને જ્ઞેય બનાવી – સમજાવી શકતા નથી માટે) ‘આત્મા સહિત વિશ્વ તે વ્યાખ્યેય (સમજાવવાયોગ્ય) છે, વાણીની ગૂંથણી તે વ્યાખ્યા (સમજૂતી) છે અને અમૃતચંદ્રસૂરિ તે વ્યાખ્યાતા (વ્યાખ્યા કરનાર, સમજાવનાર) છે’ એમ મોહથી જનો ન નાચો ( – ન ફુલાઓ). (પરંતુ) સ્યાદ્વાદવિદ્યાના બળથી વિશુદ્ધ જ્ઞાનની કળા વડે આ એક આખા શાશ્વત સ્વ તત્ત્વને પ્રાપ્ત કરીને આજે (જનો) અવ્યાકુળપણે નાચો ( – પરમાનંદપરિણામે પરિણમો).
[હવે કાવ્ય દ્વારા ચૈતન્યનો મહિમા ગાઈને, તે જ એક અનુભવવાયોગ્ય છે એમ પ્રેરણા કરીને, આ પરમ પવિત્ર પરમાગમની પૂર્ણાહુતિ કરવામાં આવે છેઃ] *શાર્દૂલવિક્રીડિત છંદ