[અર્થઃ — ] આ રીતે (આ પરમાગમમાં) અમંદપણે (જોરથી, બળવાનપણે, મોટે
અવાજે) જે થોડુંઘણું તત્ત્વ કહેવામાં આવ્યું, તે બધું ચૈતન્યને વિષે ખરેખર અગ્નિમાં
હોમાયેલી વસ્તુ સમાન (સ્વાહા) થઈ ગયું. (અગ્નિને વિષે હોમવામાં આવતા ઘીને અગ્નિ
ખાઈ જાય છે, જાણે કે કાંઈ હોમાયું જ ન હોય! તેવી રીતે અનંત માહાત્મ્યવંત ચૈતન્યનું
ગમે તેટલું વર્ણન કરવામાં આવે તોપણ જાણે કે એ સમસ્ત વર્ણનને અનંત મહિમાવંત
ચૈતન્ય ખાઈ જાય છે; ચૈતન્યના અનંત મહિમા પાસે બધું વર્ણન જાણે કે વર્ણન જ ન
થયું હોય એમ તુચ્છતાને પામે છે.) તે ચૈતન્યને જ ચૈતન્ય આજે પ્રબળપણે – ઉગ્રપણે
અનુભવો (અર્થાત્ તે ચિત્સ્વરૂપ આત્માને જ આત્મા આજે અત્યંત અનુભવો) કારણ કે
આ લોકમાં બીજું કાંઈ જ (ઉત્તમ) નથી, ચૈતન્ય જ એક પરમ (ઉત્તમ) તત્ત્વ છે.
આમ (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી પ્રવચનસાર શાસ્ત્રની શ્રીમદ્-
અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત) તત્ત્વદીપિકા નામની સંસ્કૃત ટીકાનો શ્રી હિંમતલાલ જેઠાલાલ
શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
સમાપ્ત
*માલિની છંદ.
“इति गदितमनीचैस्तत्त्वमुच्चावचं यत्
चिति तदपि किलाभूत्कल्पमग्नौ हुतस्य ।
अनुभवतु तदुच्चैश्चिच्चिदेवाद्य यस्माद्
अपरमिह न किञ्चित्तत्त्वमेकं परं चित् ।।२२।।
समाप्तेयं तत्त्वदीपिका टीका ।
L
ज्ञेयाधिकारापरनामा सम्यक्त्वाधिकारः, तदनन्तरं ‘एवं पणमिय सिद्धे’ इत्यादि सप्तनवतिगाथापर्यन्तं
चारित्राधिकारश्चेति महाधिकारत्रयेणैकादशाधिकत्रिशतगाथाभिः प्रवचनसारप्राभृतं समाप्तम् ।।
समाप्तेयं तात्पर्यवृत्तिः प्रवचनसारस्य ।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પિ૨શિષ્ટ
૫૦૫
પ્ર. ૬૪