પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ
વ્યવહારનય સ્વદ્રવ્ય -પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ -કાર્યાદિકને કોઇના
કોઇમાં મેળવી નિરુપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ
કરવો. વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરુપણ કરે છે તથા કોઇને કોઇમાં મેળવતો નથી
તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નઃ—જો એમ છે તો જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું
કારણ ?
ઉત્તરઃ—જિનમાર્ગમાં કોઇ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે
તેને તો ‘‘સત્યાર્થ એમ જ છે’’ એમ જાણવું, તથા કોઇ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા
સહિત વ્યાખ્યાન છે તેને ‘‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’’
એમ જાણવું અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના
વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’’ એવા
ભ્રમરુપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
પ્રશ્નઃ—જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે
આયો ? એક નિશ્ચયનયનું જ નિરુપણ કરવું હતું ?
ઉત્તરઃ—એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આયો છે કે—
જેમ કોઇ અનાર્ય -મલે.છને મલે.છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઇ સમર્થ નથી,
તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ
જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે—એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે
વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવાયોગ્ય નથી.
—શ્રી મોક્ષમાર્ગપ્રકાશક