એ રીતે મોહનો ક્ષય કરી નિર્વિકાર ચેતનાવાળો થઈને, બારમા ગુણસ્થાનના છેલ્લા સમયે
જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો યુગપદ્ ક્ષય કરી સર્વ જ્ઞેયોને જાણનારા
કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ રીતે શુદ્ધોપયોગથી જ શુદ્ધાત્મસ્વભાવનો લાભ થાય છે. ૧૫.
હવે શુદ્ધોપયોગથી થતી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ ( – સ્વતંત્ર)
હોવાથી અત્યંત આત્માધીન છે ( – લેશમાત્ર પરાધીન નથી) એમ પ્રકાશે છેઃ —
સર્વજ્ઞ, લબ્ધસ્વભાવ ને ત્રિજગેંદ્રપૂજિત એ રીતે
સ્વયમેવ જીવ થયો થકો તેને સ્વયંભૂ જિનો કહે. ૧૬.
અન્વયાર્થઃ — [तथा] એ રીતે [सः आत्मा] તે આત્મા [लब्धस्वभावः] સ્વભાવને
પામેલો, [सर्वज्ञः] સર્વજ્ઞ [सर्वलोकपतिमहितः] અને ૧સર્વ (ત્રણે) લોકના અધિપતિઓથી
પૂજિત [स्वयमेव भूतः] સ્વયમેવ થયો હોવાથી [स्वयंभूः भवति] ‘સ્વયંભૂ’ છે [इति निर्दिष्टः]
એમ જિનેન્દ્રદેવે કહ્યું છે.
ટીકાઃ — શુદ્ધ ઉપયોગની ભાવનાના પ્રભાવથી સમસ્ત ઘાતિકર્મો નષ્ટ થયાં હોવાથી
જેણે શુદ્ધ અનંતશક્તિવાળો ચૈતન્યસ્વભાવ પ્રાપ્ત કર્યો છે એવો આ (પૂર્વોક્ત) આત્મા,
(૧) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાયકસ્વભાવને લીધે સ્વતંત્ર હોવાથી જેણે કર્તાપણાનો અધિકાર
अथ शुद्धोपयोगजन्यस्य शुद्धात्मस्वभावलाभस्य कारकान्तरनिरपेक्षतयाऽत्यन्त-
मात्मायत्तत्वं द्योतयति —
तह सो लद्धसहावो सव्वण्हू सव्वलोगपदिमहिदो ।
भूदो सयमेवादा हवदि सयंभु त्ति णिद्दिट्ठो ।।१६।।
तथा स लब्धस्वभावः सर्वज्ञः सर्वलोकपतिमहितः ।
भूतः स्वयमेवात्मा भवति स्वयम्भूरिति निर्दिष्टः ।।१६।।
अयं खल्वात्मा शुद्धोपयोगभावनानुभावप्रत्यस्तमितसमस्तघातिकर्मतया समुपलब्ध-
शुद्धानन्तशक्तिचित्स्वभावः, शुद्धानन्तशक्तिज्ञायकस्वभावेन स्वतन्त्रत्वाद्गृहीतकर्तृत्वाधिकारः,
प्रकाशयति — तह सो लद्धसहावो यथा निश्चयरत्नत्रयलक्षणशुद्धोपयोगप्रसादात्सर्वं जानाति तथैव सः
पूर्वोक्तलब्धशुद्धात्मस्वभावः सन् आदा अयमात्मा हवदि सयंभु त्ति णिद्दिट्ठो स्वयम्भूर्भवतीति निर्दिष्टः
कथितः । किंविशिष्टो भूतः । सव्वण्हू सव्वलोगपदिमहिदो भूदो सर्वज्ञः सर्वलोकपतिमहितश्च भूतः संजातः ।
૧. સર્વ લોકના અધિપતિઓ = ત્રણે લોકના સ્વામીઓ — સુરેન્દ્રો, અસુરેન્દ્રો ને ચક્રવર્તીઓ.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૫
પ્ર. ૪