ગ્રહણ કર્યો છે એવો, (૨) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે
પોતે જ પ્રાપ્ય હોવાથી ( – પોતે જ પ્રાપ્ત થતો હોવાથી) કર્મપણાને અનુભવતો, (૩) શુદ્ધ
અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ સાધકતમ ( – ઉત્કૃષ્ટ
સાધન) હોવાથી કરણપણાને ધરતો, (૪) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના
સ્વભાવને લીધે પોતે જ કર્મ વડે સમાશ્રિત થતો હોવાથી (અર્થાત્ કર્મ પોતાને જ દેવામાં
આવતું હોવાથી) સંપ્રદાનપણાને ધારણ કરતો, (૫) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે
પરિણમવાના સમયે પૂર્વે પ્રવર્તેલા ૧વિકળજ્ઞાનસ્વભાવનો નાશ થવા છતાં સહજજ્ઞાનસ્વભાવ
વડે પોતે જ ધ્રુવપણાને અવલંબતો હોવાથી અપાદાનપણાને ધારણ કરતો, અને (૬) શુદ્ધ
અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવનો પોતે જ આધાર હોવાથી
અધિકરણપણાને આત્મસાત્ કરતો — (એ રીતે) સ્વયમેવ છ કારકરૂપ થતો હોવાથી, અથવા
ઉત્પત્તિ -અપેક્ષાએ ૨દ્રવ્ય -ભાવભેદે ભિન્ન ઘાતિકર્મોને દૂર કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો
હોવાથી, ‘સ્વયંભૂ’ કહેવાય છે.
આથી એમ કહ્યું કે — નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી,
કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી ( – બાહ્ય સાધનો) શોધવાની વ્યગ્રતાથી
જીવો (નકામા) પરતંત્ર થાય છે.
शुद्धानन्तशक्तिज्ञानविपरिणमनस्वभावेन प्राप्यत्वात् कर्मत्वं कलयन्, शुद्धानन्तशक्तिज्ञान-
विपरिणमनस्वभावेन साधकतमत्वात् करणत्वमनुबिभ्राणः, शुद्धानन्तशक्तिज्ञानविपरिणमन-
स्वभावेन कर्मणा समाश्रियमाणत्वात् संप्रदानत्वं दधानः, शुद्धानन्तशक्तिज्ञानविपरिणमनसमये
पूर्वप्रवृत्तविकलज्ञानस्वभावापगमेऽपि सहजज्ञानस्वभावेन ध्रुवत्वालम्बनादपादानत्वमुपाददानः,
शुद्धानन्तशक्तिज्ञानविपरिणमनस्वभावस्याधारभूतत्वादधिकरणत्वमात्मसात्कुर्वाणः, स्वयमेव
षटकारकीरूपेणोपजायमानः, उत्पत्तिव्यपेक्षया द्रव्यभावभेदभिन्नघातिकर्माण्यपास्य स्वयमेवा-
विर्भूतत्वाद्वा स्वयंभूरिति निर्दिश्यते । अतो न निश्चयतः परेण सहात्मनः कारकत्व-
कथम् । सयमेव निश्चयेन स्वयमेवेति । तथाहि — अभिन्नकारकचिदानन्दैकचैतन्यस्वभावेन स्वतन्त्रत्वात्
कर्ता भवति । नित्यानन्दैकस्वभावेन स्वयं प्राप्यत्वात् कर्मकारकं भवति । शुद्धचैतन्यस्वभावेन
साधकतमत्वात्करणकारकं भवति । निर्विकारपरमानन्दैकपरिणतिलक्षणेन शुद्धात्मभावरूपकर्मणा
૧. વિકળ જ્ઞાન = અપૂર્ણ (મતિ -શ્રુતાદિ) જ્ઞાન
૨. દ્રવ્ય -ભાવભેદે ભિન્ન ઘાતિકર્મો = દ્રવ્ય ને ભાવ — એવા બે ભેદવાળાં ઘાતિકર્મો; દ્રવ્ય ઘાતિકર્મો
ને ભાવ ઘાતિકર્મો.
૨૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-