૩૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
यत एव शुद्धात्मनो जातवेदस इव कालायसगोलोत्कूलितपुद्गलाशेषविलासकल्पो
नास्तीन्द्रियग्रामस्तत एव घोरघनघाताभिघातपरम्परास्थानीयं शरीरगतं सुखदुःखं न
स्यात् ।।२०।।
अथ ज्ञानस्वरूपप्रपञ्चं सौख्यस्वरूपप्रपञ्चं च क्रमप्रवृत्तप्रबन्धद्वयेनाभिदधाति । तत्र
केवलिनोऽतीन्द्रियज्ञानपरिणतत्वात्सर्वं प्रत्यक्षं भवतीति विभावयति —
परिणमदो खलु णाणं पच्चक्खा सव्वदव्वपज्जाया ।
सो णेव ते विजाणदि उग्गहपुव्वाहिं किरियाहिं ।।२१।।
ટીકાઃ — જેમ અગ્નિને લોખંડના ગોળાના તપ્ત પુદ્ગલોનો સમસ્ત વિલાસ નથી
(અર્થાત્ અગ્નિ તે લોખંડના ગોળાના પુદ્ગલોના વિલાસથી — તેમની ક્રિયાથી — ભિન્ન છે)
તેમ શુદ્ધ આત્માને (અર્થાત્ કેવળજ્ઞાની ભગવાનને) ઇન્દ્રિયસમૂહ નથી; તેથી જ જેમ
અગ્નિને ઘોર ઘણના ઘાના મારની પરંપરા નથી (અર્થાત્ લોખંડના ગોળાના સંસર્ગનો
અભાવ થતાં ઘણના ભયંકર ઉપરાછાપરી ઘાનો માર અગ્નિને પડતો નથી) તેમ શુદ્ધ
આત્માને શરીરસંબંધી સુખદુઃખ નથી.
ભાવાર્થઃ — કેવળીભગવાનને શરીરસંબંધી ક્ષુધાદિદુઃખ કે ભોજનાદિસુખ હોતું નથી
તેથી તેમને કવલાહાર હોતો નથી. ૨૦.
હવે, જ્ઞાનના સ્વરૂપનો વિસ્તાર અને સુખના સ્વરૂપનો વિસ્તાર ક્રમે પ્રવર્તતા બે
અધિકારો દ્વારા કહે છે. તેમાં (પ્રથમ), અતીન્દ્રિય જ્ઞાનરૂપે પરિણમેલા હોવાથી કેવળી-
ભગવાનને બધું પ્રત્યક્ષ છે એમ પ્રગટ કરે છેઃ —
પ્રત્યક્ષ છે સૌ દ્રવ્યપર્યય જ્ઞાન -પરિણમનારને;
જાણે નહીં તે તેમને અવગ્રહ -ઈહાદિ ક્રિયા વડે. ૨૧.
चाध्यात्मग्रन्थत्वान्नोच्यन्त इति । अयमत्र भावार्थः — इदं वस्तुस्वरूपमेव ज्ञातव्यमत्राग्रहो न कर्तव्यः ।
कस्मात् । दुराग्रहे सति रागद्वेषोत्पत्तिर्भवति ततश्च निर्विकारचिदानन्दैकस्वभावपरमात्मभावनाविघातो
भवतीति ।।२०।। एवमनन्तज्ञानसुखस्थापने प्रथमगाथा केवलिभुक्तिनिराकरणे द्वितीया चेति गाथाद्वयं
गतम् ।
इति सप्तगाथाभिः स्थलचतुष्टयेन सामान्येन सर्वज्ञसिद्धिनामा द्वितीयोऽन्तराधिकारः समाप्तः ।।
अथ ज्ञानप्रपञ्चाभिधानान्तराधिकारे त्रयस्त्रिंशद्गाथा भवन्ति । तत्राष्टौ स्थलानि । तेष्वादौ