૪૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथात्मनो ज्ञानप्रमाणत्वं ज्ञानस्य सर्वगतत्वं चोद्योतयति —
आदा णाणपमाणं णाणं णेयप्पमाणमुद्दिट्ठं ।
णेयं लोयालोयं तम्हा णाणं तु सव्वगयं ।।२३।।
आत्मा ज्ञानप्रमाणं ज्ञानं ज्ञेयप्रमाणमुद्दिष्टम् ।
ज्ञेयं लोकालोकं तस्माज्ज्ञानं तु सर्वगतम् ।।२३।।
आत्मा हि ‘समगुणपर्यायं द्रव्यम्’ इति वचनात् ज्ञानेन सह हीनाधिकत्वरहितत्वेन
परिणतत्वात्तत्परिमाणः, ज्ञानं तु ज्ञेयनिष्ठत्वाद्दाह्यनिष्ठदहनवत्तत्परिमाणं; ज्ञेयं तु
लोकालोकविभागविभक्तानन्तपर्यायमालिकालीढस्वरूपसूचिता विच्छेदोपदर्शितध्रौव्या षड्द्रव्यी
व्यवहारेण सर्वगतमित्युपदिशति — आदा णाणपमाणं ज्ञानेन सह हीनाधिकत्वाभावादात्मा ज्ञानप्रमाणो
भवति । तथाहि — ‘समगुणपर्यायं द्रव्यं भवति’ इति वचनाद्वर्तमानमनुष्यभवे वर्तमानमनुष्य-
पर्यायप्रमाणः, तथैव मनुष्यपर्यायप्रदेशवर्तिज्ञानगुणप्रमाणश्च प्रत्यक्षेण दृश्यते यथायमात्मा, तथा
निश्चयतः सर्वदैवाव्याबाधाक्षयसुखाद्यनन्तगुणाधारभूतो योऽसौ केवलज्ञानगुणस्तत्प्रमाणोऽयमात्मा ।
णाणं णेयप्पमाणमुद्दिट्ठं दाह्यनिष्ठदहनवत् ज्ञानं ज्ञेयप्रमाणमुद्दिष्टं कथितम् । णेयं लोयालोयं ज्ञेयं लोका-
હવે આત્માનું જ્ઞાનપ્રમાણપણું અને જ્ઞાનનું સર્વગતપણું પ્રકાશે છેઃ —
જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ ભાખ્યું, જ્ઞાન જ્ઞેયપ્રમાણ છે;
ને જ્ઞેય લોકાલોક, તેથી સર્વગત એ જ્ઞાન છે. ૨૩.
અન્વયાર્થઃ — [आत्मा] આત્મા [ज्ञानप्रमाणं] જ્ઞાનપ્રમાણ છે; [ज्ञानं] જ્ઞાન
[ज्ञेयप्रमाणं] જ્ઞેયપ્રમાણ [उद्दिष्टं] કહ્યું છે. [ज्ञेयं लोकालोकं] જ્ઞેય લોકાલોક છે, [तस्मात्]
તેથી [ज्ञानं तु] જ્ઞાન [सर्वगतं] સર્વગત (અર્થાત્ સર્વવ્યાપક) છે.
ટીકાઃ — ‘समगुणपर्यायं द्रव्यम् (ગુણ -પર્યાયો અર્થાત્ યુગપદ્ સર્વ ગુણો અને પર્યાયો
તે જ દ્રવ્ય છે)’ એ વચન પ્રમાણે આત્મા જ્ઞાનથી હીનાધિકતારહિતપણે પરિણમતો હોવાથી
જ્ઞાનપ્રમાણ છે, અને જ્ઞાન ૧જ્ઞેયનિષ્ઠ હોવાથી, દાહ્યનિષ્ઠ ૨દહનની જેમ, જ્ઞેયપ્રમાણ છે.
જ્ઞેય તો લોક અને અલોકના વિભાગથી ૩વિભક્ત, ૪અનંત પર્યાયમાળાથી આલિંગિત સ્વરૂપે
સૂચિત ( – પ્રગટ, જણાતો), નાશવંત દેખાતો છતાં ધ્રુવ એવો ષટ્દ્રવ્ય -સમૂહ છે એટલે કે
૧. જ્ઞેયનિષ્ઠ = જ્ઞેયોને અવલંબતું; જ્ઞેયોમાં તત્પર. ૨. દહન = બાળવું તે; અગ્નિ.
૩. વિભક્ત = વિભાગવાળો. (ષટ્દ્રવ્યના સમૂહમાં લોક -અલોકરૂપ બે વિભાગ છે.)
૪. અનંત પર્યાયો દ્રવ્યને આલિંગે છે ( – દ્રવ્યમાં થાય છે) એવા સ્વરૂપવાળું દરેક દ્રવ્ય જણાય છે.