अथ ज्ञानज्ञेययोः परस्परगमनं प्रतिहन्ति —
णाणी णाणसहावो अट्ठा णेयप्पगा हि णाणिस्स ।
रूवाणि व चक्खूणं णेवण्णोण्णेसु वट्टंति ।।२८।।
ज्ञानी ज्ञानस्वभावोऽर्था ज्ञेयात्मका हि ज्ञानिनः ।
रूपाणीव चक्षुषोः नैवान्योन्येषु वर्तन्ते ।।२८।।
ज्ञानी चार्थाश्च स्वलक्षणभूतपृथक्त्वतो न मिथो वृत्तिमासादयन्ति किंतु तेषां
ज्ञानज्ञेयस्वभावसंबन्धसाधितमन्योन्यवृत्तिमात्रमस्ति चक्षुरूपवत् । यथा हि चक्षूंषि तद्विषय-
तन्निष्ठमेव च’ ।।२७।। इत्यात्मज्ञानयोरेकत्वं, ज्ञानस्य व्यवहारेण सर्वगतत्वमित्यादिकथनरूपेण
द्वितीयस्थले गाथापञ्चकं गतम् । अथ ज्ञानं ज्ञेयसमीपे न गच्छतीति निश्चिनोति --णाणी णाणसहावो ज्ञानी
सर्वज्ञः केवलज्ञानस्वभाव एव । अट्ठा णेयप्पगा हि णाणिस्स जगत्त्रयकालत्रयवर्तिपदार्था ज्ञेयात्मका एव
भवन्ति न च ज्ञानात्मकाः । कस्य । ज्ञानिनः । रूवाणि व चक्खूणं णेवण्णोण्णेसु वट्टंति ज्ञानी
पदार्थाश्चान्योन्यं परस्परमेकत्वेन न वर्तन्ते । कानीव, केषां संबंधित्वेन । रूपाणीव चक्षुषामिति ।
થાય અને તેમની સાથે અવિનાભાવી સંબંધવાળા આત્માનો પણ અભાવ થાય (કારણ
કે સુખ, વીર્ય વગેરે ગુણો ન હોય ત્યાં આત્મા પણ હોતો નથી). ૨૭.
હવે જ્ઞાન અને જ્ઞેયના પરસ્પર ગમનને રદ કરે છે (અર્થાત્ જ્ઞાન અને જ્ઞેયો
એકબીજામાં પ્રવેશતાં નથી એમ કહે છે)ઃ —
છે ‘જ્ઞાની’ જ્ઞાનસ્વભાવ, અર્થો જ્ઞેયરૂપ છે ‘જ્ઞાની’ના,
જ્યમ રૂપ છે નેત્રો તણાં, નહિ વર્તતા અન્યોન્યમાં. ૨૮.
અન્વયાર્થઃ — [ज्ञानी] આત્મા [ज्ञानस्वभावः] જ્ઞાનસ્વભાવ છે [अर्थाः हि] અને
પદાર્થો [ज्ञानिनः] આત્માના [ज्ञेयात्मकाः] જ્ઞેયસ્વરૂપ છે, [रूपाणि इव चक्षुषोः] જેમ રૂપ ( – રૂપી
પદાર્થો) નેત્રોનાં જ્ઞેય છે તેમ. [अन्योन्येषु] તેઓ એકબીજામાં [न एव वर्तन्ते] વર્તતા નથી.
ટીકાઃ — આત્મા અને પદાર્થો સ્વલક્ષણભૂત પૃથક્પણાને લીધે એકબીજામાં વર્તતા
નથી પરંતુ તેમને માત્ર જ્ઞાનજ્ઞેયસ્વભાવ -સંબંધથી સધાતું એકબીજામાં વર્તવું છે, નેત્ર અને
રૂપની જેમ. (અન્ય દ્રવ્યોથી ભિન્નપણું દરેક દ્રવ્યનું લક્ષણ હોવાથી આત્મા અને પદાર્થો
એકબીજામાં વર્તતા નથી, પરંતુ આત્માનો જ્ઞાનસ્વભાવ છે અને પદાર્થોનો જ્ઞેયસ્વભાવ છે —
એવા જ્ઞાનજ્ઞેયસ્વભાવરૂપ સંબંધના કારણે જ માત્ર તેમનું એકબીજામાં વર્તવું ઉપચારથી કહી
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૪૭