Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 46 of 513
PDF/HTML Page 77 of 544

 

background image
यतः शेषसमस्तचेतनाचेतनवस्तुसमवायसंबन्धनिरुत्सुक तयाऽनाद्यनन्तस्वभावसिद्ध-
समवायसंबन्धमेक मात्मानमाभिमुख्येनावलम्ब्य प्रवृत्तत्वात् तं विना आत्मानं ज्ञानं न धारयति,
ततो ज्ञानमात्मैव स्यात आत्मा त्वनन्तधर्माधिष्ठानत्वात् ज्ञानधर्मद्वारेण ज्ञानमन्यधर्म-
द्वारेणान्यदपि स्यात किं चानेकान्तोऽत्र बलवान् एकान्तेन ज्ञानमात्मेति ज्ञानस्या-
भावोऽचेतनत्वमात्मनो विशेषगुणाभावादभावो वा स्यात सर्वथात्मा ज्ञानमिति निराश्रयत्वात
ज्ञानस्याभाव आत्मनः शेषपर्यायाभावस्तदविनाभाविनस्तस्याप्यभावः स्यात।।२७।।
घटपटादौ न वर्तते तम्हा णाणं अप्पा तस्मात् ज्ञायते कथंचिज्ज्ञानमात्मैव स्यात् इति गाथापादत्रयेण
ज्ञानस्य कथंचिदात्मत्वं स्थापितम् अप्पा णाणं व अण्णं वा आत्मा तु ज्ञानधर्मद्वारेण ज्ञानं भवति,
सुखवीर्यादिधर्मद्वारेणान्यद्वा नियमो नास्तीति तद्यथायदि पुनरेकान्तेन ज्ञानमात्मेति भण्यते तदा
ज्ञानगुणमात्र एवात्मा प्राप्तः सुखादिधर्माणामवकाशो नास्ति तथा सुखवीर्यादिधर्मसमूहाभावादात्मा-
भावः, आत्मन आधारभूतस्याभावादाधेयभूतस्य ज्ञानगुणस्याप्यभावः, इत्येकान्ते सति द्वयोरप्यभावः
तस्मात्कथंचिज्ज्ञानमात्मा न सर्वथेति अयमत्राभिप्रायःआत्मा व्यापको ज्ञानं व्याप्यं ततो
ज्ञानमात्मा स्यात्, आत्मा तु ज्ञानमन्यद्वा भवतीति तथा चोक्तम्‘व्यापकं तदतन्निष्ठं व्याप्यं
ટીકાઃશેષ સમસ્ત ચેતન તથા અચેતન વસ્તુઓ સાથે *સમવાયસંબંધ
વિનાનું હોવાને લીધે, જેની સાથે અનાદિ -અનંત સ્વભાવસિદ્ધ સમવાયસંબંધ છે એવા
એક આત્માને અતિ નિકટપણે (અભિન્નપ્રદેશપણે) અવલંબીને પ્રવર્તતું હોવાથી, આત્મા
વિના જ્ઞાન પોતાની હયાતી રાખી શકતું નથી; માટે જ્ઞાન આત્મા જ છે. અને આત્મા
તો અનંત ધર્મોનું અધિષ્ઠાન (
આધાર) હોવાથી જ્ઞાનધર્મ દ્વારા જ્ઞાન છે અને અન્ય
ધર્મ દ્વારા અન્ય પણ છે.
વળી તે ઉપરાંત (વિશેષ સમજવું કે), અહીં અનેકાંત બળવાન છે. એકાંતે જ્ઞાન
આત્મા છે એમ માનવામાં આવે તો, (જ્ઞાનગુણ આત્મદ્રવ્ય થઇ જવાથી) જ્ઞાનનો
અભાવ થાય, (અને જ્ઞાનગુણનો અભાવ થવાથી) આત્માને અચેતનપણું આવે અથવા
વિશેષ ગુણનો અભાવ થવાથી આત્માનો અભાવ થાય. સર્વથા આત્મા જ્ઞાન છે એમ
માનવામાં આવે તો, (આત્મદ્રવ્ય એક જ્ઞાનગુણરૂપ થઈ જતાં જ્ઞાનને કોઈ આધારભૂત
દ્રવ્ય નહિ રહેવાથી) નિરાશ્રયપણાને લીધે જ્ઞાનનો અભાવ થાય અથવા (આત્મદ્રવ્ય એક
જ્ઞાનગુણરૂપ થઈ જવાથી) આત્માના શેષ પર્યાયોનો (-સુખ, વીર્યાદિ ગુણોનો) અભાવ
*સમવાયસંબંધ = ગુણ હોય ત્યાં ગુણી હોય અને ગુણી હોય ત્યાં ગુણ હોય, ગુણ ન હોય ત્યાં
ગુણી ન હોય અને ગુણી ન હોય ત્યાં ગુણ ન હોય
આવો ગુણ -ગુણીનો અભિન્નપ્રદેશરૂપ સંબંધ;
તાદાત્મ્યસંબંધ.
૪૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-