अथात्मज्ञानयोरेकत्वान्यत्वं चिन्तयति —
णाणं अप्प त्ति मदं वट्टदि णाणं विणा ण अप्पाणं ।
तम्हा णाणं अप्पा अप्पा णाणं व अण्णं वा ।।२७।।
ज्ञानमात्मेति मतं वर्तते ज्ञानं विना नात्मानम् ।
तस्मात् ज्ञानमात्मा आत्मा ज्ञानं वा अन्यद्वा ।।२७।।
अर्थाकारा अप्यर्था भण्यन्ते । ते च ज्ञाने तिष्ठन्तीत्युच्यमाने दोषो नास्तीत्यभिप्रायः ।।२६।। अथ
ज्ञानमात्मा भवति, आत्मा तु ज्ञानं सुखादिकं वा भवतीति प्रतिपादयति — णाणं अप्प त्ति मदं ज्ञानमात्मा
भवतीति मतं सम्मतम् । कस्मात् । वट्टदि णाणं विणा ण अप्पाणं ज्ञानं कर्तृ विनात्मानं जीवमन्यत्र
૧
નૈમિત્તિકભૂત જ્ઞેયાકારોને આત્મસ્થ (આત્મામાં રહેલા) દેખીને ‘સર્વ પદાર્થો આત્મગત
(-આત્મામાં) છે’ એમ ઉપચાર કરવામાં આવે છે; પરંતુ પરમાર્થે તેમનું એક-
બીજામાં ગમન નથી, કારણ કે સર્વ દ્રવ્યો સ્વરૂપનિષ્ઠ ( – પોતપોતાના સ્વરૂપમાં નિશ્ચળ
રહેલાં) છે.
આ ક્રમ જ્ઞાનમાં પણ નક્કી કરવો. (આત્મા અને જ્ઞેયો વિષે નિશ્ચય -વ્યવહારથી
કહ્યું તેમ જ્ઞાન અને જ્ઞેયો વિષે પણ સમજવું.) ૨૬.
હવે આત્મા અને જ્ઞાનનું એકત્વ -અન્યત્વ વિચારે છેઃ —
છે જ્ઞાન આત્મા જિનમતે; આત્મા વિના નહિ જ્ઞાન છે,
તે કારણે છે જ્ઞાન જીવ, જીવ જ્ઞાન છે વા અન્ય છે. ૨૭.
અન્વયાર્થઃ — [ज्ञानं आत्मा] જ્ઞાન આત્મા છે [इति मतं] એમ જિનદેવનો મત
છે. [आत्मानं विना] આત્મા વિના (બીજા કોઈ દ્રવ્યમાં) [ज्ञानं न वर्तते] જ્ઞાન હોતું નથી
[तस्मात्] તેથી [ज्ञानं आत्मा] જ્ઞાન આત્મા છે; [आत्मा] અને આત્મા તો [ज्ञानं वा]
(જ્ઞાનગુણ દ્વારા) જ્ઞાન છે [अन्यत् वा] અથવા (સુખાદિ અન્ય ગુણ દ્વારા) અન્ય છે.
૧. નૈમિત્તિકભૂત જ્ઞેયાકારો = જ્ઞાનમાં થતા (જ્ઞાનની અવસ્થારૂપ) જ્ઞેયાકારો. (આ જ્ઞેયાકારોને જ્ઞાનાકારો
પણ કહેવામાં આવે છે, કારણ કે જ્ઞાન આ જ્ઞેયાકારરૂપે પરિણમે છે. આ જ્ઞેયાકારો નૈમિત્તિક
છે અને પર પદાર્થોનાં દ્રવ્ય -ગુણ -પર્યાયો તેમનાં નિમિત્ત છે. આ જ્ઞેયાકારોને આત્મામાં દેખીને ‘સમસ્ત
પર પદાર્થો આત્મામાં છે’ એમ ઉપચાર કરવામાં આવે છે. આ વાત ૩૧મી ગાથાની ટીકામાં
દર્પણના દ્રષ્ટાંતથી સમજાવશે.)
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૪૫