न प्रविष्टो नाविष्टो ज्ञानी ज्ञेयेषु रूपमिव चक्षुः ।
जानाति पश्यति नियतमक्षातीतो जगदशेषम् ।।२९।।
यथा हि चक्षू रूपिद्रव्याणि स्वप्रदेशैरसंस्पृशदप्रविष्टं परिच्छेद्यमाकारमात्मसात्कुर्वन्न
चाप्रविष्टं जानाति पश्यति च, एवमात्माप्यक्षातीतत्वात्प्राप्यकारिताविचारगोचरदूरतामवाप्तो
ज्ञेयतामापन्नानि समस्तवस्तूनि स्वप्रदेशैरसंस्पृशन्न प्रविष्टः शक्तिवैचित्र्यवशतो वस्तुवर्तिनः
समस्तज्ञेयाकारानुन्मूल्य इव क वलयन्न चाप्रविष्टो जानाति पश्यति च । एवमस्य
विचित्रशक्ति योगिनो ज्ञानिनोऽर्थेष्वप्रवेश इव प्रवेशोऽपि सिद्धिमवतरति ।।२९।।
जगदशेषमिति । तथा हि ---यथा लोचनं कर्तृ रूपिद्रव्याणि यद्यपि निश्चयेन न स्पृशति तथापि व्यवहारेण
स्पृशतीति प्रतिभाति लोके । तथायमात्मा मिथ्यात्वरागाद्यास्रवाणामात्मनश्च संबन्धि यत्केवलज्ञानात्पूर्वं
विशिष्टभेदज्ञानं तेनोत्पन्नं यत्केवलज्ञानदर्शनद्वयं तेन जगत्त्रयकालत्रयवर्तिपदार्थान्निश्चयेनास्पृशन्नपि
व्यवहारेण स्पृशति, तथा स्पृशन्निव ज्ञानेन जानाति दर्शनेन पश्यति च । कथंभूतस्सन् ।
अतीन्द्रियसुखास्वादपरिणतः सन्नक्षातीत इति । ततो ज्ञायते निश्चयेनाप्रवेश इव व्यवहारेण ज्ञेयपदार्थेषु
અન્વયાર્થઃ — [चक्षुः रूपं इव] જેવી રીતે ચક્ષુ રૂપને (જ્ઞેયોમાં અપ્રવેશેલું રહીને
તેમ જ અપ્રવેશેલું નહિ રહીને જાણે – દેખે છે) તેવી રીતે [ज्ञानी] આત્મા [अक्षातीतः]
ઇન્દ્રિયાતીત થયો થકો [अशेषं जगत्] અશેષ જગતને ( – સમસ્ત લોકાલોકને) [ज्ञेयेषु]
જ્ઞેયોમાં [न प्रविष्टः] અપ્રવિષ્ટ રહીને [न अविष्टः] તેમ જ અપ્રવિષ્ટ નહિ રહીને
[नियतं] નિરંતર [जानाति पश्यति] જાણે -દેખે છે.
ટીકાઃ — જેવી રીતે ચક્ષુ રૂપી દ્રવ્યોને સ્વપ્રદેશો વડે અણસ્પર્શતું હોવાથી અપ્રવિષ્ટ
રહીને (જાણે – દેખે છે) તેમ જ જ્ઞેય આકારોને આત્મસાત્ (-પોતારૂપ) કરતું હોવાથી
અપ્રવિષ્ટ નહિ રહીને જાણે – દેખે છે; તેવી રીતે આત્મા પણ, ઇન્દ્રિયાતીતપણાને લીધે
*પ્રાપ્યકારિતાના વિચારગોચરપણાથી (પણ) દૂર થયો થકો જ્ઞેયભૂત સમસ્ત વસ્તુઓને
સ્વપ્રદેશોથી અણસ્પર્શતો હોવાથી અપ્રવિષ્ટ રહીને (જાણે – દેખે છે) તેમ જ શક્તિવૈચિત્ર્યને
લીધે વસ્તુમાં વર્તતા સમસ્ત જ્ઞેયાકારોને જાણે કે મૂળમાંથી ઉખેડીને કોળિયો કરી જતો
હોવાથી અપ્રવિષ્ટ નહિ રહીને જાણે -દેખે છે. આ રીતે આ વિચિત્ર શક્તિવાળા આત્માને
પદાર્થોમાં અપ્રવેશની જેમ પ્રવેશ પણ સિદ્ધ થાય છે.
ભાવાર્થઃ — જોકે આંખ પોતાના પ્રદેશો વડે રૂપી પદાર્થોને સ્પર્શતી નહિ હોવાથી
નિશ્ચયથી તો તે જ્ઞેયોમાં અપ્રવિષ્ટ છે તોપણ તે રૂપી પદાર્થોને જાણતી – દેખતી હોવાથી
*પ્રાપ્યકારિતા = જ્ઞેય વિષયોને સ્પર્શીને જ કાર્ય કરી શકવું — જાણી શકવું — તે. (ઇન્દ્રિયાતીત થયેલા
આત્મામાં પ્રાપ્યકારિતાના વિચારનો પણ અવકાશ નથી.)
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૪૯
પ્ર. ૭