यथा किलेन्द्रनीलरत्नं दुग्धमधिवसत्स्वप्रभाभारेण तदभिभूय वर्तमानं दृष्टं, तथा प्रवेशोऽपि घटत इति ।।२९।। अथ तमेवार्थं दृष्टान्तद्वारेण दृढयति --रयणं रत्नं इह जगति । किंनाम । इंदणीलं इन्द्रनीलसंज्ञम् । किंविशिष्टम् । दुद्धज्झसियं दुग्धे निक्षिप्तं जहा यथा सभासाए स्वकीयप्रभया अभिभूय तिरस्कृत्य । किम् । तं पि दुद्धं तत्पूर्वोक्तं दुग्धमपि वट्टदि वर्तते । इति दृष्टान्तो गतः । तह णाणमट्ठेसु तथा ज्ञानमर्थेषु वर्तत इति । तद्यथा ---यथेन्द्रनीलरत्नं कर्तृ स्वकीयनीलप्रभया करणभूतया दुग्धं नीलं कृत्वा वर्तते, तथा निश्चयरत्नत्रयात्मकपरमसामायिक- संयमेन यदुत्पन्नं केवलज्ञानं तत् स्वपरपरिच्छित्तिसामर्थ्येन समस्ताज्ञानान्धकारं तिरस्कृत्य વ્યવહારથી ‘મારી આંખ ઘણા પદાર્થોમાં ફરી વળે છે’ એમ કહેવાય છે. એવી રીતે જોકે કેવળજ્ઞાનપ્રાપ્ત આત્મા પોતાના પ્રદેશો વડે જ્ઞેય પદાર્થોને સ્પર્શતો નહિ હોવાથી નિશ્ચયથી તો તે જ્ઞેયોમાં અપ્રવિષ્ટ છે તોપણ જ્ઞાયકદર્શક શક્તિની કોઇ પરમ અદ્ભુત વિચિત્રતાને લીધે (નિશ્ચયથી દૂર રહ્યા રહ્યા પણ) તે સમસ્ત જ્ઞેયાકારોને જાણતો – દેખતો હોવાથી વ્યવહારથી ‘આત્મા સર્વ દ્રવ્ય -પર્યાયોમાં પેસી જાય છે’ એમ કહેવાય છે. આ રીતે વ્યવહારથી જ્ઞેય પદાર્થોમાં આત્માનો પ્રવેશ સિદ્ધ થાય છે. ૨૯.
હવે, આ રીતે (નીચે પ્રમાણે) જ્ઞાન પદાર્થોમાં વર્તે છે એમ (દ્રષ્ટાંત દ્વારા) સ્પષ્ટ કરે છેઃ —
અન્વયાર્થઃ — [यथा] જેમ [इह] આ જગતને વિષે [दुग्धाध्युषितं] દૂધમાં રહેલું [इन्द्रनीलं रत्नं] ઇન્દ્રનીલ રત્ન [स्वभासा] પોતાની પ્રભા વડે [तद् अपि दुग्धं] તે દૂધમાં [अभिभूय] વ્યાપીને [वर्तते] વર્તે છે, [तथा] તેમ [ज्ञानं] જ્ઞાન (અર્થાત્ જ્ઞાતૃદ્રવ્ય) [अर्थेषु] પદાર્થોમાં વ્યાપીને વર્તે છે.