Pravachansar (Gujarati). Gatha: 31.

< Previous Page   Next Page >


Page 51 of 513
PDF/HTML Page 82 of 544

 

background image
संवेदनमप्यात्मनोऽभिन्नत्वात् कर्त्रंशेनात्मतामापन्नं करणांशेन ज्ञानतामापन्नेन कारणभूता-
नामर्थानां कार्यभूतान् समस्तज्ञेयाकारानभिव्याप्य वर्तमानं कार्यकारणत्वेनोपचर्य ज्ञानमर्थान-
भिभूय वर्तत इत्युच्यमानं न विप्रतिषिध्यते
।।३०।।
अथैवमर्था ज्ञाने वर्तन्त इति संभावयति
जदि ते ण संति अट्ठा णाणे णाणं ण होदि सव्वगयं
सव्वगयं वा णाणं कहं ण णाणट्ठिया अट्ठा ।।३१।।
युगपदेव सर्वपदार्थेषु परिच्छित्त्याकारेण वर्तते अयमत्र भावार्थः ---कारणभूतानां सर्वपदार्थानां
कार्यभूताः परिच्छित्त्याकारा उपचारेणार्था भण्यन्ते, तेषु च ज्ञानं वर्तत इति भण्यमानेऽपि व्यवहारेण
दोषो नास्तीति
।।३०।। अथ पूर्वसूत्रेण भणितं ज्ञानमर्थेषु वर्तते व्यवहारेणात्र पुनरर्था ज्ञाने वर्तन्त
इत्युपदिशतिजइ यदि चेत् ते अट्ठा ण संति ते पदार्थाः स्वकीयपरिच्छित्त्याकारसमर्पणद्वारेणादर्शे
बिम्बवन्न सन्ति क्व णाणे केवलज्ञाने । णाणं ण होदि सव्वगयं तदा ज्ञानं सर्वगतं न भवति सव्वगयं
વ્યાપીને વર્તતું દેખાય છે, તેમ સંવેદન (જ્ઞાન) પણ, આત્માથી અભિન્ન હોવાથી કર્તા-
અંશ વડે આત્માપણાને પામતું થકું જ્ઞાનરૂપ કરણ -અંશ વડે કારણભૂત પદાર્થોના કાર્યભૂત
સમસ્ત જ્ઞેયાકારોમાં વ્યાપીને વર્તે છે, તેથી કાર્યમાં કારણનો (જ્ઞેયાકારોમાં પદાર્થોનો)
ઉપચાર કરીને ‘જ્ઞાન પદાર્થોમાં વ્યાપીને વર્તે છે’ એમ કહેવું વિરોધ પામતું નથી.
ભાવાર્થઃજેમ દૂધથી ભરેલા વાસણમાં રહેલું ઇન્દ્રનીલ રત્ન (નીલમ) સઘળા
દૂધને પોતાની પ્રભા વડે નીલવર્ણ કરે છે તેથી વ્યવહારે રત્નની પ્રભા અને રત્ન સમસ્ત
દૂધમાં વ્યાપેલાં કહેવાય છે, તેમ જ્ઞેયોથી ભરેલા વિશ્વમાં રહેલો આત્મા સમસ્ત જ્ઞેયોને
(લોકાલોકને) પોતાની જ્ઞાનપ્રભા વડે પ્રકાશિત કરે છે અર્થાત
્ જાણે છે તેથી વ્યવહારે
આત્માનું જ્ઞાન અને આત્મા સર્વવ્યાપી કહેવાય છે (જોકે નિશ્ચયથી તો તેઓ પોતાના અસંખ્ય
પ્રદેશોમાં જ રહેલાં છે, જ્ઞેયોમાં પેઠાં નથી). ૩૦.
હવે, આ રીતે પદાર્થો જ્ઞાનમાં વર્તે છે એમ વ્યક્ત કરે છેઃ
નવ હોય અર્થો જ્ઞાનમાં, તો જ્ઞાન સૌ -ગત પણ નહીં,
ને સર્વગત છે જ્ઞાન તો ક્યમ જ્ઞાનસ્થિત અર્થો નહીં? ૩૧.
૧. પ્રમાણદ્રષ્ટિથી સંવેદન અર્થાત્ જ્ઞાન કહેતાં અનંત ગુણપર્યાયોનો પિંડ સમજાય છે. તેમાં જો કર્તા, કરણ
આદિ અંશો પાડવામાં આવે તો કર્તા -અંશ તે અખંડ આત્મદ્રવ્ય છે અને કરણ -અંશ તે જ્ઞાનગુણ છે.
૨. પદાર્થો કારણ છે અને તેમના જ્ઞેયાકારો કાર્ય છે.
૩. આ ગાથામાં પણ ‘જ્ઞાન’ શબ્દથી અનંત ગુણ -પર્યાયોના પિંડરૂપ જ્ઞાતૃદ્રવ્ય ખ્યાલમાં લેવું.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૫૧