અન્વયાર્થઃ — [यदि] જો [ते अर्थाः] તે પદાર્થો [ज्ञाने न सन्ति] જ્ઞાનમાં ન હોય
તો [ज्ञानं] જ્ઞાન [सर्वगतं] સર્વગત [न भवति] ન હોઈ શકે. [वा] અને જો [ज्ञानं सर्वगतं]
જ્ઞાન સર્વગત છે તો [अर्थाः] પદાર્થો [ज्ञानस्थिताः] જ્ઞાનસ્થિત [कथं न] કઈ રીતે નથી?
(અર્થાત્ છે જ.)
ટીકાઃ — જો સમસ્ત સ્વ -જ્ઞેયાકારોના સમર્પણ દ્વારા (જ્ઞાનમાં) ઊતર્યા થકા સર્વ
પદાર્થો જ્ઞાનમાં ન પ્રતિભાસે તો તે જ્ઞાન સર્વગત ન માની શકાય. અને જો તે (જ્ઞાન)
સર્વગત માનવામાં આવે, તો પછી (પદાર્થો) સાક્ષાત્ જ્ઞાનદર્પણભૂમિકામાં ઊતરેલા *બિંબ-
સમાન પોતપોતાના જ્ઞેયાકારોનાં કારણો (હોવાથી) અને ૧પરંપરાએ પ્રતિબિંબ સમાન
જ્ઞેયાકારોનાં કારણો હોવાથી પદાર્થો કઇ રીતે જ્ઞાનસ્થિત નથી નક્કી થતા? (અવશ્ય
જ્ઞાનસ્થિત નક્કી થાય છે.)
ભાવાર્થઃ — દર્પણમાં મયૂર, મંદિર, સૂર્ય, વૃક્ષ વગેરેનાં પ્રતિબિંબ પડે છે. ત્યાં
નિશ્ચયથી તો પ્રતિબિંબો દર્પણની જ અવસ્થા છે; છતાં દર્પણમાં પ્રતિબિંબો દેખીને,
यदि ते न सन्त्यर्था ज्ञाने ज्ञानं न भवति सर्वगतम् ।
सर्वगतं वा ज्ञानं कथं न ज्ञानस्थिता अर्थाः ।।३१।।
यदि खलु निखिलात्मीयज्ञेयाकारसमर्पणद्वारेणावतीर्णाः सर्वेऽर्था न प्रतिभान्ति ज्ञाने
तदा तन्न सर्वगतमभ्युपगम्येत । अभ्युपगम्येत वा सर्वगतं, तर्हि साक्षात् संवेदनमुकुरुन्द-
भूमिकावतीर्ण(प्रति)बिम्बस्थानीयस्वीयस्वीयसंवेद्याकारकारणानि परम्परया प्रतिबिम्बस्थानीय-
संवेद्याकारकारणानीति कथं न ज्ञानस्थायिनोऽर्था निश्चीयन्ते ।। ३१ ।।
वा णाणं व्यवहारेण सर्वगतं ज्ञानं सम्मतं चेद्भवतां कहं ण णाणट्ठिया अट्ठा तर्हि
व्यवहारनयेन स्वकीयज्ञेयाकारपरिच्छित्तिसमर्पणद्वारेण ज्ञानस्थिता अर्थाः कथं न भवन्ति किंतु
भवन्त्येवेति । अत्रायमभिप्रायः --यत एव व्यवहारेण ज्ञेयपरिच्छित्त्याकारग्रहणद्वारेण ज्ञानं सर्वगतं
भण्यते, तस्मादेव ज्ञेयपरिच्छित्त्याकारसमर्पणद्वारेण पदार्था अपि व्यवहारेण ज्ञानगता भण्यन्त
इति ।।३१।। अथ ज्ञानिनः पदार्थैः सह यद्यपि व्यवहारेण ग्राह्यग्राहकसम्बन्धोऽस्ति तथापि
संश्लेषादिसम्बन्धो नास्ति, तेन कारणेन ज्ञेयपदार्थैः सह भिन्नत्वमेवेति प्रतिपादयति — गेण्हदि णेव ण
*બિંબ = દર્પણમાં જેનું પ્રતિબિંબ પડ્યું હોય તે. (જ્ઞાનને દર્પણની ઉપમા આપીએ તો, પદાર્થોના
જ્ઞેયાકારો બિંબ સમાન છે અને જ્ઞાનમાં થતા જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞેયાકારો પ્રતિબિંબ જેવાં છે.)
૧. પદાર્થો સાક્ષાત્ સ્વજ્ઞેયાકારોનાં કારણ છે (અર્થાત્ પદાર્થો પોતપોતાના જ્ઞેયાકારોનાં સાક્ષાત્ કારણ
છે) અને પરંપરાએ જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞેયાકારોનાં (-જ્ઞાનાકારોનાં) કારણ છે.
૫૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-