अथैवं ज्ञानिनोऽर्थैः सहान्योन्यवृत्तिमत्त्वेऽपि परग्रहणमोक्षणपरिणमनाभावेन सर्वं पश्यतोऽध्यवस्यतश्चात्यन्तविविक्तत्वं भावयति —
જો એમ ન થાય તો જ્ઞાન સર્વ પદાર્થોને જાણી શકે જ નહિ). ત્યાં નિશ્ચયથી તો જ્ઞાનમાં
થતા જ્ઞેયાકારો જ્ઞાનની જ અવસ્થા છે, પદાર્થોના જ્ઞેયાકારો કાંઇ જ્ઞાનમાં પેઠા નથી.
નિશ્ચયથી આમ હોવા છતાં વ્યવહારથી જોઇએ તો, જ્ઞાનમાં થતા જ્ઞેયાકારોનાં કારણ
પદાર્થોના જ્ઞેયાકારો છે અને તેમનાં કારણ પદાર્થો છે — એ રીતે પરંપરાએ જ્ઞાનમાં થતા
કાર્યમાં કારણનો ઉપચાર કરીને ‘પદાર્થો જ્ઞાનમાં છે’ એમ વ્યવહારથી કહી શકાય છે. ૩૧.
હવે, એ રીતે (વ્યવહારે) આત્માને પદાર્થો સાથે એકબીજામાં વર્તવાપણું હોવા છતાં, (નિશ્ચયથી) તે પરને ગ્રહ્યા -મૂક્યા વિના તથા પરરૂપે પરિણમ્યા વિના સર્વને દેખતો -જાણતો હોવાથી તેને (પદાર્થો સાથે) અત્યંત ભિન્નપણું છે એમ દર્શાવે છેઃ —
અન્વયાર્થઃ — [केवली भगवान्] કેવળીભગવાન [परं] પરને [न एव गृह्णाति] ગ્રહતા નથી, [न मुंचति] છોડતા નથી, [न परिणमति] પરરૂપે પરિણમતા નથી; [सः] તેઓ [निरवशेषं सर्वं] નિરવશેષપણે સર્વને (આખા આત્માને, સર્વ જ્ઞેયોને) [समन्ततः] સર્વ તરફથી (સર્વ આત્મપ્રદેશેથી) [पश्यति जानाति] દેખે -જાણે છે. *પ્રતિબિંબો નૈમિત્તિક કાર્ય છે અને મયૂરાદિ નિમિત્ત -કારણ છે.