ॐ सत्
श्रीसद्गुरुदेवाय नमः।
પ્રકાશકીય નિવેદન
[ આ છઠ્ઠી આવૃત્તિ પ્રસંગે ]
પ્રવચનસારની આ છઠ્ઠી આવૃત્તિ અગાઉની આવૃત્તિ પ્રમાણે જ છપાવી છે. મુદ્રણકાર્ય
‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને અલ્પ સમયમાં કાળજીપૂર્વક સારું કરી આપ્યું
છે તે બદલ તેમનો ટ્રસ્ટ આભાર માને છે.
બીજી આવૃત્તિ પ્રસંગે શ્રી જયસેનાચાર્યકૃત ‘તાત્પર્યવૃત્તિ’ નામની સંસ્કૃત ટીકા જે
ઉમેરવામાં આવી છે તે બ્ર૦ ભાઈશ્રી ચંદુભાઈ ઝોબાળિયાએ જયપુરની હસ્તલિખિત પ્રતના
આધારે સુધારી આપી છે. ઊંડા આદર્શ આત્માર્થી પંડિતરત્ન શ્રી હિંમતલાલભાઈ શાહનો
ઉપોદ્ઘાત શબ્દશઃ આ આવૃત્તિમાં લીધેલ છે.
આ ‘પ્રવચનસાર’ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માના દિવ્યધ્વનિનો સાર છે. પૂજ્ય ગુરુદેવશ્રીના
શ્રીમુખે તેના ઉપરનાં અત્યંત ગૂઢ અને માર્મિક પ્રવચનો સાક્ષાત્ સાંભળવા મળેલ અને હાલમાં
ટેપ -અવતીર્ણ તે પ્રવચનો સાંભળવા મળે છે તેથી આપણે સૌ તેમના અત્યંત ૠણી છીએ અને
તેથી તેમને હાર્દિક ઉપકૃતભાવભીની વંદના કરીએ છીએ.
આ શાસ્ત્રમાં દર્શાવેલા ભાવોને યથાર્થપણે સમજી, અંતરમાં તેનું પરિણમન કરી,
અતીન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા અતીન્દ્રિય આનંદને સર્વે જીવો આસ્વાદો એવી આંતરિક ભાવના
ભાવીએ છીએ.
ફાગણ વદ દસમ,
પૂ. બહેનશ્રી ચંપાબેનની
૭૫મી સમ્યક્ત્વ -જયંતી,
વિ. સં. ૨૦૬૩, ઇ. સ. ૨૦૦૭
❀
સાહિત્યપ્રકાશનસમિતિ,
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ – ૩૬૪ ૨૫૦(સૌરાષ્ટ્ર)