अपृथग्भूतकर्तृकरणत्वशक्तिपारमैश्वर्ययोगित्वादात्मनो य एव स्वयमेव जानाति स एव ज्ञानमन्तर्लीनसाधकतमोष्णत्वशक्तेः स्वतंत्रस्य जातवेदसो दहनक्रियाप्रसिद्धेरुष्ण- ज्ञानी न भवतीत्युपदिशति — जो जाणदि सो णाणं यः कर्ता जानाति स ज्ञानं भवतीति । तथा हि — यथा संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि सति पश्चादभेदनयेन दहनक्रियासमर्थोष्णगुणेन परिणतो- ऽग्निरप्युष्णो भण्यते, तथार्थक्रियापरिच्छित्तिसमर्थज्ञानगुणेन परिणत आत्मापि ज्ञानं भण्यते । तथा चोक्तम् – ‘जानातीति ज्ञानमात्मा’ । ण हवदि णाणेण जाणगो आदा सर्वथैव भिन्नज्ञानेनात्मा ज्ञायको न
હવે આત્મા અને જ્ઞાનનો કર્તૃત્વ -કરણત્વકૃત ભેદ દૂર કરે છે (અર્થાત્ પરમાર્થે અભેદ આત્મામાં, ‘આત્મા જાણનક્રિયાનો કર્તા છે અને જ્ઞાન કરણ છે’ એમ વ્યવહારે ભેદ પાડવામાં આવે છે, તોપણ આત્મા ને જ્ઞાન જુદાં નહિ હોવાથી અભેદનયથી ‘આત્મા જ જ્ઞાન છે’ એમ સમજાવે છે)ઃ —
અન્વયાર્થઃ — [यः जानाति] જે જાણે છે [सः ज्ञानं] તે જ્ઞાન છે (અર્થાત્ જે જ્ઞાયક છે તે જ જ્ઞાન છે), [ज्ञानेन] જ્ઞાન વડે [आत्मा] આત્મા [ज्ञायकः भवति] જ્ઞાયક છે [न] એમ નથી. [स्वयं] પોતે જ [ज्ञानं परिणमते] જ્ઞાનરૂપે પરિણમે છે [सर्वे अर्थाः] અને સર્વ પદાર્થો [ज्ञानस्थिताः] જ્ઞાનસ્થિત છે.
ટીકાઃ — આત્મા અપૃથગ્ભૂત કર્તૃત્વ અને કરણત્વની શક્તિરૂપ ૧પારમૈશ્વર્યવાળો હોવાથી, જે સ્વયમેવ જાણે છે (અર્થાત્ જે જ્ઞાયક છે) તે જ જ્ઞાન છે; જેમ ૨સાધકતમ ઉષ્ણત્વશક્તિ જેનામાં અંતર્લીન છે એવા ૩સ્વતંત્ર અગ્નિને, ૪દહનક્રિયાની પ્રસિદ્ધિ હોવાથી ૧. પારમૈશ્વર્ય = પરમ સામર્થ્ય; પરમેશ્વરતા. ૨. સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધન તે કરણ. ૩. જે સ્વતંત્રપણે કરે તે કર્તા. ૪. અગ્નિ બાળવાની ક્રિયા કરતો હોવાથી અગ્નિને ઉષ્ણતા અર્થાત્ ગરમી કહેવામાં આવે છે.