ઉષ્ણતા કહેવાય છે તેમ. પરંતુ એમ નથી કે જેમ પૃથગ્વર્તી દાતરડા વડે દેવદત્ત કાપનાર
છે તેમ (પૃથગ્વર્તી) જ્ઞાન વડે આત્મા જાણનાર ( – જ્ઞાયક) છે. જો એમ હોય તો બન્નેને
અચેતનપણું આવે અને બે અચેતનનો સંયોગ થતાં પણ જ્ઞપ્તિ નીપજે નહિ. આત્મા ને જ્ઞાન
પૃથગ્વર્તી હોવા છતાં આત્માને જ્ઞપ્તિ થતી માનવામાં આવે તો તો પર જ્ઞાન વડે પરને જ્ઞપ્તિ
થઈ શકે અને રાખ વગેરેને પણ જ્ઞપ્તિનો ઉદ્ભવ નિરંકુશ થાય. (‘આત્મા ને જ્ઞાન પૃથક્
છે પણ જ્ઞાન આત્મા સાથે જોડાવાથી આત્મા જાણવાનું કાર્ય કરે છે’ એમ માનવામાં આવે
તો તો જ્ઞાન જેમ આત્મા સાથે જોડાય તેમ રાખ, ઘડો, થાંભલો વગેરે સર્વ પદાર્થો સાથે
જોડાય અને તેથી તે પદાર્થો પણ જાણવાનું કાર્ય કરે. પરંતુ આમ તો બનતું નથી. તેથી આત્મા
ને જ્ઞાન પૃથક્ નથી.) વળી, પોતાથી અભિન્ન એવા સમસ્ત જ્ઞેયાકારોરૂપે પરિણમેલું જે જ્ઞાન
તે -રૂપે સ્વયં પરિણમનારને, કાર્યભૂત સમસ્ત જ્ઞેયાકારોના કારણભૂત સર્વ પદાર્થો જ્ઞાનવર્તી
જ કથંચિત્ છે. (માટે) જ્ઞાતા ને જ્ઞાનના વિભાગની ક્લિષ્ટ કલ્પનાથી શું પ્રયોજન છે? ૩૫.
હવે શું જ્ઞાન છે અને શું જ્ઞેય છે તે વ્યક્ત કરે છેઃ —
છે જ્ઞાન તેથી જીવ, જ્ઞેય ત્રિધા કહેલું દ્રવ્ય છે;
એ દ્રવ્ય પર ને આતમા, પરિણામસંયુત જેહ છે. ૩૬.
व्यपदेशवत् । न तु यथा पृथग्वर्तिना दात्रेण लावको भवति देवदत्तस्तथा ज्ञानेन ज्ञायको
भवत्यात्मा । तथा सत्युभयोरचेतनत्वमचेतनयोः संयोगेऽपि न परिच्छित्तिनिष्पत्तिः । पृथक्त्व-
वर्तिनोरपि परिच्छेदाभ्युपगमे परपरिच्छेदेन परस्य परिच्छित्तिर्भूतिप्रभृतीनां च परिच्छित्तिप्रसूति-
रनङ्कुशा स्यात् । किंच – स्वतोऽव्यतिरिक्तसमस्तपरिच्छेद्याकारपरिणतं ज्ञानं स्वयं परिणम-
मानस्य कार्यभूतसमस्तज्ञेयाकारकारणीभूताः सर्वेऽर्था ज्ञानवर्तिन एव कथंचिद्भवन्ति; किं
ज्ञातृज्ञानविभागक्लेशकल्पनया ।।३५।।
अथ किं ज्ञानं किं ज्ञेयमिति व्यनक्ति —
तम्हा णाणं जीवो णेयं दव्वं तिहा समक्खादं ।
दव्वं ति पुणो आदा परं च परिणामसंबद्धं ।।३६।।
भवतीति । अथ मतम् --यथा भिन्नदात्रेण लावको भवति देवदत्तस्तथा भिन्नज्ञानेन ज्ञायको भवतु को
दोष इति । नैवम् । छेदनक्रियाविषये दात्रं बहिरङ्गोपकरणं तद्भिन्नं भवतु, अभ्यन्तरोपकरणं तु
देवदत्तस्य छेदनक्रियाविषये शक्तिविशेषस्तच्चाभिन्नमेव भवति; तथार्थपरिच्छित्तिविषये ज्ञानमेवा-
भ्यन्तरोपकरणं तथाभिन्नमेव भवति, उपाध्यायप्रकाशादिबहिरङ्गोपकरणं तद्भिन्नमपि भवतु दोषो
नास्ति । यदि च भिन्नज्ञानेन ज्ञानी भवति तर्हि परकीयज्ञानेन सर्वेऽपि कुम्भस्तम्भादिजडपदार्था ज्ञानिनो
૬૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-