तत्र विप्रतिषेधस्यावतारः । यथा हि प्रकाशकस्य प्रदीपस्य परं प्रकाश्यतामापन्नं प्रकाशयतः
स्वस्मिन् प्रकाश्ये न प्रकाशकान्तरं मृग्यं, स्वयमेव प्रकाशनक्रियायाः समुपलम्भात्; तथा
परिच्छेदकस्यात्मनः परं परिच्छेद्यतामापन्नं परिच्छिन्दतः स्वस्मिन् परिच्छेद्ये न परिच्छेदकान्तरं
मृग्यं, स्वयमेव परिच्छेदनक्रियायाः समुपलम्भात् ।
ननु कुत आत्मनो द्रव्यज्ञानरूपत्वं द्रव्याणां च आत्मज्ञेयरूपत्वं च । परिणाम-
संबन्धत्वात् । यतः खलु आत्मा द्रव्याणि च परिणामैः सह संबध्यन्ते, तत आत्मनो
द्रव्यालम्बनज्ञानेन द्रव्याणां तु ज्ञानमालम्ब्य ज्ञेयाकारेण परिणतिरबाधिता प्रतपति ।।३६।।
तथैवोत्पादव्ययध्रौव्यरूपेण च त्रिधा समाख्यातम् । दव्वं ति पुणो आदा परं च तच्च ज्ञेयभूतं द्रव्यमात्मा
भवति परं च । कस्मात् । यतो ज्ञानं स्वं जानाति परं चेति प्रदीपवत् । तच्च स्वपरद्रव्यं कथंभूतम् ।
परिणामसंबद्धं कथंचित्परिणामीत्यर्थः । नैयायिकमतानुसारी कश्चिदाह ---ज्ञानं ज्ञानान्तरवेद्यं प्रमेयत्वात्
ઉત્પત્તિરૂપ ક્રિયા તો ‘કોઈ પોતે પોતામાંથી ઉત્પન્ન થઈ શકે નહિ’ એવા આગમકથનથી વિરુદ્ધ
જ છે. પરંતુ જ્ઞપ્તિરૂપ ક્રિયામાં વિરોધ આવતો નથી, કારણ કે તે, પ્રકાશનક્રિયાની માફક,
ઉત્પત્તિક્રિયાથી વિરુદ્ધ રીતે (જુદી રીતે) વર્તે છે. જેમ જે પ્રકાશ્યભૂત પરને પ્રકાશે છે એવા
પ્રકાશક દીવાને સ્વ પ્રકાશ્યને પ્રકાશવાની બાબતમાં અન્ય પ્રકાશકની જરૂર પડતી નથી, કારણ
કે સ્વયમેવ પ્રકાશનક્રિયાની પ્રાપ્તિ છે; તેમ જે જ્ઞેયભૂત પરને જાણે છે એવા જ્ઞાયક આત્માને
સ્વ જ્ઞેયને જાણવાની બાબતમાં અન્ય જ્ઞાયકની જરૂર પડતી નથી, કારણ કે સ્વયમેવ
જ્ઞાનક્રિયાની પ્રાપ્તિ છે.* (આ રીતે સિદ્ધ થયું કે જ્ઞાન સ્વને પણ જાણી શકે છે.)
(પ્રશ્ન – ) આત્માને દ્રવ્યોના જ્ઞાનરૂપપણું અને દ્રવ્યોને આત્માના જ્ઞેયરૂપપણું
શાથી ( – કઈ રીતે ઘટે) છે? (ઉત્તર – ) તેઓ પરિણામવાળાં હોવાથી. આત્મા અને દ્રવ્યો
પરિણામયુક્ત છે, તેથી આત્માને, દ્રવ્યો જેનું ૧આલંબન છે એવા જ્ઞાનરૂપે (પરિણતિ), અને
દ્રવ્યોને, જ્ઞાનને ૨અવલંબીને જ્ઞેયાકારરૂપે પરિણતિ અબાધિતપણે તપે છે — પ્રતાપવંત વર્તે છે.
* કોઈ પર્યાય પોતે પોતામાંથી ઉત્પન્ન થઈ શકે નહિ પણ તે દ્રવ્યના આધારે — દ્રવ્યમાંથી
— ઉત્પન્ન થાય; કારણ કે જો એમ ન હોય તો તો દ્રવ્યરૂપ આધાર વિના પર્યાયો ઉત્પન્ન થાય, જળ
વિના તરંગો થાય. એ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે; તેથી પર્યાયને ઉત્પન્ન થવા માટે દ્રવ્યરૂપ આધાર જોઈએ.
આ રીતે જ્ઞાનપર્યાય પણ પોતે પોતામાંથી ઉત્પન્ન થઈ શકે નહિ, આત્મદ્રવ્યમાંથી ઉત્પન્ન થાય — એ
વાત તો બરાબર છે. પંરતુ જ્ઞાનપર્યાય પોતે પોતાથી જણાઈ શકે નહિ એ વાત યથાર્થ નથી. આત્મદ્રવ્યમાંથી
ઉત્પન્ન થતો જ્ઞાનપર્યાય પોતે પોતાથી જ જણાય છે. જેમ દીવારૂપ આધારમાંથી ઉત્પન્ન થતો પ્રકાશપર્યાય
સ્વપરને પ્રકાશે છે તેમ આત્મારૂપ આધારમાંથી ઉત્પન્ન થતો જ્ઞાનપર્યાય સ્વપરને જાણે છે. વળી જ્ઞાન
પોતે પોતાને જાણે છે એ અનુભવસિદ્ધ પણ છે.
૧. જ્ઞાનને જ્ઞેયભૂત દ્રવ્યો આલંબન અર્થાત્ નિમિત્ત છે. જ્ઞાન જ્ઞેયને ન જાણે તો જ્ઞાનનું જ્ઞાનત્વ શું?
૨. જ્ઞેયને જ્ઞાન આલંબન અર્થાત્ નિમિત્ત છે. જ્ઞેય જ્ઞાનમાં ન જણાય તો જ્ઞેયનું જ્ઞેયત્વ શું?
૬૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-