सर्वासामेव हि द्रव्यजातीनां त्रिसमयावच्छिन्नात्मलाभभूमिकत्वेन क्रमप्रतपत्स्वरूपसंपदः घटादिवत् । परिहारमाह --प्रदीपेन व्यभिचारः, प्रदीपस्तावत्प्रमेयः परिच्छेद्यो ज्ञेयो भवति न च प्रदीपान्तरेण प्रकाश्यते, तथा ज्ञानमपि स्वयमेवात्मानं प्रकाशयति न च ज्ञानान्तरेण प्रकाश्यते । यदि पुनर्ज्ञानान्तरेण प्रकाश्यते तर्हि गगनावलम्बिनी महती दुर्निवारानवस्था प्राप्नोतीति सूत्रार्थः ।।३६।। एवं निश्चयश्रुतकेवलिव्यवहारश्रुतकेवलिकथनमुख्यत्वेन भिन्नज्ञाननिराकरणेन ज्ञानज्ञेयस्वरूपकथनेन च चतुर्थस्थले गाथाचतुष्टयं गतम् । अथातीतानागतपर्याया वर्तमानज्ञाने सांप्रता इव दृश्यन्त इति निरूपयति — सव्वे सदसब्भूदा हि पज्जया सर्वे सद्भूता असद्भूता अपि पर्यायाः ये हि स्फु टं वट्टंते ते तेतेतेतेते (આત્મા અને દ્રવ્યો સમયે સમયે પરિણામ કર્યા કરે છે, કૂટસ્થ નથી; તેથી આત્મા જ્ઞાનસ્વભાવે પરિણમે છે અને દ્રવ્યો જ્ઞેયસ્વભાવે પરિણમે છે. એ રીતે જ્ઞાનસ્વભાવે પરિણમતો આત્મા જ્ઞાનના આલંબનભૂત દ્રવ્યોને જાણે છે અને જ્ઞેયસ્વભાવે પરિણમતાં દ્રવ્યો જ્ઞેયના આલંબનભૂત જ્ઞાનમાં — આત્મામાં — જણાય છે.) ૩૬.
હવે દ્રવ્યોના અતીત અને અનાગત પર્યાયો પણ, તાત્કાળિક પર્યાયોની માફક, પૃથક્પણે જ્ઞાનમાં વર્તે છે એમ સમજાવે છેઃ —
અન્વયાર્થઃ — [तासाम् द्रव्यजातीनाम्] તે (જીવાદિ) દ્રવ્યજાતિઓના [ते सर्वे] સમસ્ત [सदसद्भूताः हि] વિદ્યમાન અને અવિદ્યમાન [पर्यायाः] પર્યાયો, [तात्कालिकाः इव] તાત્કાળિક (વર્તમાન) પર્યાયોની માફક, [विशेषतः] વિશિષ્ટતાપૂર્વક (પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે) [ज्ञाने वर्तन्ते] જ્ઞાનમાં વર્તે છે.
ટીકાઃ — (જીવાદિ) સમસ્ત દ્રવ્યજાતિઓના પર્યાયોની ઉત્પત્તિની મર્યાદા ત્રણે કાળની મર્યાદા જેટલી હોવાથી (અર્થાત્ તેઓ ત્રણે કાળે ઉત્પન્ન થયા કરતા હોવાથી), તેમના (તે સમસ્ત દ્રવ્યજાતિઓના), ક્રમપૂર્વક તપતી સ્વરૂપસંપદાવાળા ( – એક પછી એક