वधारितविशेषलक्षणा एकक्षण एवावबोधसौधस्थितिमवतरन्ति । न खल्वेतदयुक्तं — दृष्टा-
संविद्भित्तावपि । किं च सर्वज्ञेयाकाराणां तादात्विक त्वाविरोधात् । यथा हि प्रध्वस्तानामनुदितानां
एव भवन्ति ।।३७।।
બધાય, તાત્કાળિક (વર્તમાનકાલીન) પર્યાયોની માફક, અત્યંત ૧મિશ્રિત હોવા છતાં સૌ
છે. આ (ત્રણે કાળના પર્યાયોનું વર્તમાન પર્યાયોની માફક જ્ઞાનમાં જણાવું) અયુક્ત નથી;
કારણ કે —
(૧) તેનો દ્રષ્ટની સાથે (જગતમાં જે જોવામાં આવે છે — અનુભવાય છે તેની સાથે) અવિરોધ છે. (જગતમાં) દેખાય છે કે છદ્મસ્થને પણ, જેમ વર્તમાન વસ્તુ ચિંતવતાં તેના આકારને જ્ઞાન અવલંબે છે તેમ, વ્યતીત અને અનાગત વસ્તુ ચિંતવતાં (પણ) તેના આકારને જ્ઞાન અવલંબે છે.
(૨) વળી જ્ઞાન ચિત્રપટ સમાન છે. જેમ ચિત્રપટમાં અતીત, અનાગત અને વર્તમાન વસ્તુઓના આલેખ્યાકારો ( – આલેખ્ય આકારો) સાક્ષાત્ એક ક્ષણે જ ભાસે છે, તેમ જ્ઞાનરૂપી ભીંતમાં ( – જ્ઞાનભૂમિમાં, જ્ઞાનપટમાં) પણ અતીત, અનાગત અને વર્તમાન પર્યાયોના જ્ઞેયાકારો સાક્ષાત્ એક ક્ષણે જ ભાસે છે.
(૩) વળી સર્વ જ્ઞેયાકારોનું તાત્કાળિકપણું (વર્તમાનપણું, સાંપ્રતિકપણું) અવિરુદ્ધ છે. જેમ નષ્ટ અને અનુત્પન્ન વસ્તુઓના ૨આલેખ્યાકારો વર્તમાન જ છે, તેમ અતીત અને અનાગત પર્યાયોના જ્ઞેયાકારો વર્તમાન જ છે. ૧. જ્ઞાનમાં સૌ દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયો એકી સાથે જણાવા છતાં દરેક પર્યાયનું વિશિષ્ટ સ્વરૂપ —
પ્રદેશ, કાળ, આકાર વગેરે વિશેષતાઓ — સ્પષ્ટ જણાય છે; સંકર – વ્યતિકર થતા નથી. ૨. આલેખ્ય = આળેખાવાયોગ્ય; ચીતરાવાયોગ્ય.