अथासद्भूतपर्यायाणां कथंचित्सद्भूतत्वं विदधाति —
जे णेव हि संजाया जे खलु णट्ठा भवीय पज्जाया ।
ते होंति असब्भूदा पज्जाया णाणपच्चक्खा ।।३८।।
ये नैव हि संजाता ये खलु नष्टा भूत्वा पर्यायाः ।
ते भवन्ति असद्भूताः पर्याया ज्ञानप्रत्यक्षाः ।।३८।।
शुद्धजीवद्रव्यादिद्रव्यजातीनामिति व्यवहितसंबन्धः । कस्मात् । विसेसदो स्वकीयस्वकीयप्रदेश-
कालाकारविशेषैः संकरव्यतिकरपरिहारेणेत्यर्थः । किंच ---यथा छद्मस्थपुरुषस्यातीतानागतपर्याया मनसि
चिन्तयतः प्रतिस्फु रन्ति, यथा च चित्रभित्तौ बाहुबलिभरतादिव्यतिक्रान्तरूपाणि श्रेणिकतीर्थकरादि-
भाविरूपाणि च वर्तमानानीव प्रत्यक्षेण दृश्यन्ते तथा चित्रभित्तिस्थानीयकेवलज्ञाने भूतभाविनश्च पर्याया
युगपत्प्रत्यक्षेण दृश्यन्ते, नास्ति विरोधः । यथायं केवली भगवान् परद्रव्यपर्यायान् परिच्छित्तिमात्रेण
ભાવાર્થઃ — કેવળજ્ઞાન સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોને યુગપદ્ જાણે છે.
અહીં પ્રશ્ન થવાયોગ્ય છે કે નષ્ટ અને અનુત્પન્ન પર્યાયોને જ્ઞાન વર્તમાન કાળે કેમ જાણી
શકે? તેનું સમાધાનઃ — જગતમાં પણ દેખાય છે કે અલ્પજ્ઞ જીવનું જ્ઞાન પણ નષ્ટ અને
અનુત્પન્ન વસ્તુઓને ચિંતવી શકે છે, અનુમાન દ્વારા જાણી શકે છે, તદાકાર થઈ શકે છે; તો
પછી પૂર્ણ જ્ઞાન નષ્ટ અને અનુત્પન્ન પર્યાયોને કેમ ન જાણી શકે? ચિત્રપટની માફક
જ્ઞાનશક્તિ જ એવી છે કે તે અતીત અને અનાગત પર્યાયોને પણ જાણી શકે છે. વળી,
આલેખ્યત્વશક્તિની માફક, દ્રવ્યોની જ્ઞેયત્વશક્તિ એવી છે કે તેમના અતીત અને અનાગત
પર્યાયો પણ જ્ઞાનમાં જ્ઞેયરૂપ થાય – જણાય. આ રીતે આત્માની અદ્ભુત જ્ઞાનશક્તિ અને
દ્રવ્યોની અદ્ભુત જ્ઞેયત્વશક્તિને લીધે કેવળજ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોનું એક
જ સમયે ભાસવું અવિરુદ્ધ છે. ૩૭.
હવે અવિદ્યમાન પર્યાયોનું (પણ) કથંચિત્ ( – કોઈ પ્રકારે, કોઈ અપેક્ષાએ)
વિદ્યમાનપણું કહે છેઃ —
જે પર્યયો અણજાત છે, વળી જન્મીને પ્રવિનષ્ટ જે,
તે સૌ અસદ્ભૂત પર્યયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ૩૮.
અન્વયાર્થઃ — [ये पर्यायाः] જે પર્યાયો [हि] ખરેખર [न एव संजाताः] ઉત્પન્ન થયા
નથી, તથા [ये] જે પર્યાયો [खलु] ખરેખર [भूत्वा नष्टाः] ઉત્પન્ન થઈને નાશ પામી ગયા
છે, [ते] તે [असद्भूताः पर्यायाः] અવિદ્યમાન પર્યાયો [ज्ञानप्रत्यक्षाः भवन्ति] જ્ઞાનપ્રત્યક્ષ છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૬૫
પ્ર. ૯