ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧
– नमः सिद्धेम्यः –
– नमः ऽनेकान्ताय –
શ્રીમદ્ ભગવત્કુંદકુંદાચાર્ય દેવપ્રણીત
શ્રી
પ્રવચનસાર
જ્ઞેયતત્ત્વ – પ્રજ્ઞાપન અધિકાર
હવે જ્ઞેયતત્ત્વનું પ્રજ્ઞાપન કરે છે અર્થાત્ જ્ઞેયતત્ત્વ જણાવે છે. તેમાં (પ્રથમ) પદાર્થનું સમ્યક્
(સાચું) દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ વર્ણવે છે.ઃ-
अत्थो खलु दव्वमओ दव्वाणिं गुणप्पगाणि भणिदाणि ।
तेहिं पुणो पज्जाया पज्जयमूढा हि परसमया ।। १३।।
अर्थः खलु द्रव्यमयो द्रव्याणि गुणात्मकानि भणितानि ।
तैस्तु पुनः पर्यायाः पर्ययमूढा हि परसमयाः ।। ९३।।
છે અર્થ દ્રવ્યસ્વરૂપ, ગુણ – આત્મક કહ્યાં છે દ્રવ્યને,
વળી દ્રવ્ય – ગુણથી પર્યયો; પર્યાયમૂઢ પરસમય છે.. ।। ૯૩।।
ગાથા–૯૩.
અન્વયાર્થઃ– [अर्थः– खलु] પદાર્થ [द्रव्यमयः] દ્રવ્ય સ્વરૂપ છે; [द्रव्याणि] દ્રવ્યો [गुणात्मकानि]
ગુણાત્મક (भणितानि) કહેવામાં આવ્યા છે. [तैः तु पुनः] અને વળી દ્રવ્ય તથા ગુણોથી [पर्यायाः] પર્યાયો
થાય છે. (पर्ययमूढाः हि) પર્યાયમૂઢ જીવો [परसमयाः] પરસમય (અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ) છે.
ટીકાઃ– આ વિશ્વમાં જે કોઈ જાણવામાં આવતો પદાર્થ છે તે આખોય ૧ વિસ્તાર સામાન્યસમુદાયાત્મક
અને ૨ આયતસામાન્યસમુદાયાત્મક દ્રવ્યથી રચાયેલો હોવાથી દ્રવ્મય (દ્રવ્યસ્વરૂપ) છે. વળી ૩ દ્રવ્યોએક જેમનો
આશ્રય છે એવા વિસ્તારવિશેષોસ્વરૂપગુણોથી રચાયેલાં (-ગુણોનાં બનેલાં) હોવાથી ગુણાત્મક છે, વળી પર્યાયો
- કે જેઓ આયતવિશેષોસ્વરૂપ છે તેઓ-જેમનાં લક્ષણ (ઉપર) કહેવામાં આવ્યાં એવાં દ્રવ્યોથી તેમજ ગુણોથી
રચાયેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક પણ છે. તેમાં, અનેકદ્રવ્યાત્મક એકતાની ૪ પ્રતિપત્તિના કારણભૂત
દ્રવ્યપર્યાય છે. તે દ્વિવિધ છે. (૧) સમાનજાતીય અને (૨) અસમાનજાતીય.
--------------------------------------------------------------------------------------
૧. વિસ્તારસામાન્ય સમુદાય - વિસ્તાર સામાન્યરૂપ સમુદાય. વિસ્તાર એટલે પહોળાઇ. દ્રવ્યના પહોળાઇ -
અપેક્ષાના (- એક સાથે રહેનારા, સહભાવી) ભેદોને (-વિસ્તારવિશેષોને) ગુણો કહેવામાં આવે છે; જેમકે જ્ઞાન, દર્શન,
ચારિત્ર વગેરે જીવદ્રવ્યના વિસ્તારવિશેષો અર્થાત્ ગુણો છે. તે વિસ્તારવિશેષોમાં રહેલા વિશેષપણાને ગૌણ કરીએ તો એ
બધામાં એક આત્માપણારૂપ સામાન્યપણું ભાસે છે. આ વિસ્તારસામાન્ય (અથવા વિસ્તાર સામાન્ય-સમુદાય) તે દ્રવ્ય છે.
૨. આયતસામાન્યસમુદાય - આયતસામાન્યરૂપ સમુદાય. આયત એટલે લંબાઇ. અર્થાત્ કાળ અપેક્ષિત પ્રવાહ.
દ્રવ્યના લંબાઇ - અપેક્ષાના (એક પછી એક પ્રવર્તતા, ક્રમભાવી, કાળ અપેક્ષિત) ભેદોને (-આયતવિશેષોને) પર્યાયો કહેવામાં
આવે છે, તે ક્રમભાવી પર્યાયોમાં પ્રવર્તતા વિશેષપણાને ગૌણ કરીએ તો એક દ્રવ્યપણારૂપ સામાન્યપણું જ ભાસે છે. આ
આયાતસામાન્ય (અથવા આયતસામાન્યસમુદાય) તે દ્રવ્ય છે.
૩. અનંત ગુણોના આશ્રય એક દ્રવ્ય છે. ૪. પ્રતિપત્તિ - પ્રાપ્તિ; જ્ઞાન; સ્વીકાર.