Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 2 of 540
PDF/HTML Page 11 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૨
ત્યાં, સમાનજાતીય તે જેવા કે અનેકપુદ્ગલાત્મક દ્વિ-અણુક, ત્રિ- અણુક વગેરે; (૨)
અસામાનજાતીય તે - જેવા કે જીવપુદ્ગલાત્મક દેવ, મનુષ્ય વગેરે. ગુણ દ્વારા આયતની અનેકતાની
પ્રતિપત્તિના કારણભૂત ગુણપર્યાય છે. તે પણ દ્વિવિધ છે. (૧) સ્વભાવપર્યાય અને વિભાવ પર્યાય.
તેમાં, સમસ્ત દ્રવ્યોને પોતપોતાના અગુરુલઘુગુણ દ્વારા પ્રતિસમય પ્રગટતી ષટ્સ્થાનપતિત હાનિવૃદ્ધિરૂપ
અનેકપણાની અનુભૂતિ તે સ્વભાવપર્યાય; (૨) રૂપાદિકને કે જ્ઞાનાદિકને
સ્વ-પરના કારણે પ્રવર્તતી
પૂર્વોતર અવસ્થામાં થતું જે તારતમ્ય તેને લીધે જોવામાં આવતા સ્વભાવવિશેષોરૂપ અનેકપણાની
આપત્તિ તે વિભાવપર્યાય.
હવે આ (પૂર્વાકત કથન) દ્રષ્ટાંતથી દ્રઢ કરવામાં આવે છેઃ-
જેમ આખુંય
* પટ અવસ્થાયી (-સ્થિર રહેતા) એવા વિસ્તારસામાન્યસમુદાય વડે અને દોડતા
(-વહેતા, પ્રવાહરૂપ) એવા આયતસામાન્યસમુદાય વડે રચાતું થકું તે - મય જ છે, તેમ આખોય
પદાર્થ ‘દ્રવ્ય’ નામના અવસ્થાયી વિસ્તારસામાન્યસમુદાય વડે અને દોડતા આયતસામાન્યસમુદાય વડે
રચાતો થકો દ્રવ્યમય જ છે. વળી જેમ પટમાં, અવસ્થાયી વિસ્તાર સામાન્યસમુદાય કે દોડતો
આયતસામાન્યસમુદાય ગુણોથી રચાતો થકો ગુણોથી જુદો અપ્રાપ્ત હોવાથી ગુણાત્મક જ છે, તેમ
પદાર્થોમાં, અવસ્થાયી વિસ્તાર સામાન્યસમુદાય કે દોડતો આયતસામાન્યસમુદાય જેનું નામ ‘દ્રવ્ય’ છે
તે - ગુણોથી રચાતો થકો ગુણોથી જુદો અપ્રાપ્ત હોવાથી ગુણાત્મક જ છે. વળી જેમ અનેકપટાત્મક
(એકથી વધારે વસ્ત્રોના બનેલા)
*દ્વિપટિક, ત્રિપટિક એવા સમાનજાતીય દ્રવ્યપર્યાય છે, તેમ
અનેકપુદ્લાત્મક દ્વિ-અણુક, ત્રિ-અણુક એવા સમાનજાતીય દ્રવ્યપર્યાય છે; અને જેમ અનેક રેશમી અને
સુતરાઉ પટોના બનેલા દ્વિપટિક, ત્રિપટિક, એવા અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે, તેમ અનેક જીવ -
પુદ્ગલાત્મક દેવ, મનુષ્ય એવા અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. વળી જેમ ક્યારેક પટમાં પોતાના સ્થૂલ
અગુરુલઘુગુણ દ્વારા કાળક્રમે પ્રવર્તતા અનેક પ્રકારોરૂપે પરિણમવાને લીધે અનેકપણાની પ્રતિપત્તિ તે
ગુણાત્મક સ્વભાવપર્યાય છે, તેમ સમસ્ત દ્રવ્યોમાં પોતપોતાના સૂક્ષ્મ અગુરુલઘુગુણ દ્વારા પ્રતિસમય
પ્રગટતી ષટ્સ્થાનપતિત હાનિવૃદ્ધિરૂપ અનેકપણાની અનુભૂતિ તે ગુણાત્મક સ્વભાવપર્યાય છે; અને જેમ
પટમાં, રૂપાદિકને સ્વ-પરના કારણે પ્રવર્તતી પૂર્વાેત્તર અવસ્થામાં થતાં તારતમ્યને લીધે જોવામાં
આવતા સ્વભાવવિશેષોરૂપ અનેકપણાની આપત્તિ તે ગુણાત્ક વિભાવપર્યાય છે, તેમ સમસ્ત દ્રવ્યોમાં,
રૂપાદિકને કે જ્ઞાનદિકને સ્વ-પરના કારણે પ્રવર્તતી પૂર્વોત્તર અવસ્થામાં થતા તારામ્યયને લીધે જોવામાં
આવતા સ્વભાવવિશેષોરૂપ અનેકપણાની આપત્તિ તે ગુણાત્મક વિભાવપર્યાય છે.
ખરેખર આ સર્વ પદાર્થોના દ્રવ્યગુણપર્યાયસ્વભાવની પ્રકાશક પારમેશ્વરી - (પરમેશ્વરે કહેલી)
વ્યવસ્થા ભલી - ઉત્તમ-પૂર્ણ યોગ્ય છે, બીજી કોઈ નહીં; કારણ કે ઘણાય (જીવો) પર્યાયમાત્રને જ
અવલંબીને તત્ત્વની અપ્રતિપત્તિ જેનું લક્ષણ છે એવા મોહને પામતા થકા પરસમય થાય છે.
----------------------------------------------------------------------
(પ) દ્વિ-અણુક - બે અણુનો બનેલો સ્કંધ. (૬) સ્વ તે ઉપાદાન અને પર તે નિમિત્ત. (૭) પૂર્વોત્તર-પહેલાંની અને
પછીની. (૮) આપત્તિ-આવી પડવું તે. * પટ - વસ્ત્ર, * દ્વિપટિક - બે તાકા સાંધીને બનાવેલું વસ્ત્ર. (બન્ને તાકા એક જ જાતના
હોય તો સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાય અને જો બે તાકા ભિન્ન જાતિના (- જેમ કે એક રેશમી ને બીજો સુતરાઉ) હોય તો
અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાય.