Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 3 of 540
PDF/HTML Page 12 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૩
ભાવાર્થઃ– પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે. દ્રવ્ય અનંતગુણમય છે. દ્રવ્યો અને ગુણોથી પર્યાયો થાય છે.
પર્યાયો બે પ્રકારના છે. (૧) દ્રવ્યપર્યાય; (૨) ગુણપર્યાય. તેમાં દ્રવ્યપર્યાયો બે પ્રકારના છે. (૧)
સમાન - જાતીય- જેમ કે દ્વિ- અણુક, ત્રિ-અણુક વગેરે સ્કંધ. (૨) અસમાનજાતીય - જેમ કે
મનુષ્ય, દેવ વગેરે. ગુણપર્યાયો પણ બે પ્રકારના છે. (૧) સ્વભાવપર્યાય-જેમ કે સિદ્ધ ના ગુણ
પર્યાયો. (૨) વિભાવપર્યાય જેમ કે સ્વપર હેતુક મતિજ્ઞાન પર્યાય.
આવું જિનેન્દ્ર ભગવાનની વાણીએ દર્શાવેલું સર્વ પદાર્થોંનું દ્રવ્ય-ગુણ - પર્યાય સ્વરૂપ જ
યથાર્થ છે. જે જીવો દ્રવ્ય ગુણને નહીં જાણતા થકા કેવળ પર્યાયને જ અવલંબે છે, તેઓ નિજસ્વભાવને
નહીં જાણતા થકા પરસમય છે. ૯૩.