Pravachansar Pravachano (Gujarati). Date: 27-05-1979.

< Previous Page   Next Page >


Page 4 of 540
PDF/HTML Page 13 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪
પ્રવચનઃ તા. ૨૭. પ. ૭૯
“પ્રવચનસાર” જ્ઞાન અધિકાર, છેલ્લો કળશ. (હવે શ્લોક દ્વારા જ્ઞાનાતત્ત્વ પ્રજ્ઞાપન નામના
પ્રથમ અધિકારની અને જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન નામના દ્વિતીય અધિકારની સંધિ દર્શાવવામાં આવે છે.)
[मंदाक्रांता]
निश्चित्यात्मन्यधिकृतमिति ज्ञानतत्त्वं यथावत्
तत्सिद्धयर्थ प्रशमविषयं ज्ञेयतत्त्वं बुभुत्सुः।
सर्वानर्थान् कलयति गुणद्रव्यर्याययुक्त्या
प्रादुर्भूतिर्न भवति यथा जातु मोहाङ्कुरस्य।। ६।।
આહા.... હા...! પહેલો અધિકાર કહ્યો. અને બીજો (અધિકાર) કહેશે તેની સંધિ (ઉપરોક્ત
શ્લોકમાં) બતાવે છે. “આત્મરૂપી અધિકરણમાં રહેલ (અર્થાત્ આત્માના આશ્રયે રહેલ) જ્ઞાન
અધિકાર હતો ને...!”
જ્ઞાન એટલે આપણે (ગાથા-૯૦માં) આવી ગયું છે. ને... સત્ અને અકારણ હોવાથી સ્વતઃ
સિદ્ધ, અંતર્મુખ અને બહિર્મુખ પ્રકાશવાળું હોવાથી સ્વ પરનું જ્ઞાયક એવું જે આ, મારી સાથે
સંબંધવાળું, મારું ચૈતન્ય તેના વડે - કે જે (ચૈતન્ય) સમાનજાતીય અથવા અસમાનજાતીય અન્ય
દ્રવ્યને છોડીને મારા આત્મામાં જ વર્તે છે. તેના વડે - હું પોતાના આત્માને સકળ ત્રિકાળે ધ્રુવત્વ
ધરતું દ્રવ્ય જાણું છું...! આહા... હા...! છે? હવે એમાં ટૂંકામાં લીધું (કેઃ) અધિકરણ (આત્મારૂપી
અધિકરણ), જ્ઞાયકભાવ, ચૈતન્યભાવ એ આત્મા સાથે સંબંધ રાખે છે, આત્મામાં એ (ભાવ) વર્તે છે.
જ્ઞાયકભાવ, ચૈતન્યભાવ એનો આધાર આત્મા છે. એનો આધાર નિમિત્ત, રાગ અને પર્યાય નહીં.
આહા... હા! ઝીણી વાત છે, ભાઈ! જ્ઞાયકપણું એટલે ચૈતન્યપણું. તે પરદ્રવ્યને છોડીને મારા આત્મામાં
વર્તે છે. મારા આત્મા સાથે એને સંબંધ છે. મારો આત્મા, એ જ્ઞાનતત્ત્વ ને ચૈતન્યતત્ત્વ ને જ્ઞાયક
તત્ત્વની સાથે જોડાયેલ છે. એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. ‘ચૈતન્ય’ અને ‘જ્ઞાયક’ દ્રવ્યને આધારે
અથવા દ્રવ્યના સંબંધે રહેલું છે! અહીં આધાર કહ્યો. ત્યાં (ગાથા-૯૦માં) દ્રવ્યમાં વર્તે છે. દ્રવ્યના
સંબંધમાં છે. (એમ કહ્યું). પરદ્રવ્યને છોડીને ચૈતન્ય સ્વરૂપ ભગવાન, ત્રિકાળી ચૈતન્ય - ત્રિકાળી
ચૈતન્ય સ્વભાવ એ પ્રભુ આત્મામાં, આ (સ્વપરનું જ્ઞાયક) સંબંધવાળું એમાં (આત્મામાં) વર્તનારું
એને અહીં અધિકરણ કહ્યું. આહા...હા...હા...! આત્મારૂપી અધિકરણ (કહ્યું), આત્મારૂપી આધાર-
આધારમાં રહેલું (છે), એ જ્ઞાયકપણું, જ્ઞાન તત્ત્વનો અધિકાર પૂર્ણ કરે છે ને...! (અને જ્ઞેય તત્ત્વ -
પ્રજ્ઞાપન અધિકારનો પ્રારંભ કરે છે).
(“આત્મારૂપી અધિકરણમાં રહેલ’) (શું કહે છે...?)ઃ (જ્ઞાનતત્ત્વ) એટલે ચૈતન્ય તત્ત્વ
(જ્ઞાયકભાવ), એ મારા આત્માના અધિકરણના આધારે રહ્યું છે. મારો ભગવાન (આત્મા) જ્ઞાનનો
આશ્રય છે. લ્યો...! ઠીક...! (‘સમયસાર’) સંવર અધિકાર - ગાથા-૧૮૧, ૧૮૨, ૧૮૩) માં કહ્યું
(કેઃ) ભેદજ્ઞાન (વડે)