ભાષાના પરમાણુમાં પણ, ભાષાપર્યાયપણે ઉત્પન્ન થવું, અને પૂર્વની વચનવર્ગણામુચ્ચય હતી તેનો વ્યય
થવો, અને પરમાણુપણે કાયમ રહેવું એવું એક ઉત્પાદ-વ્યય-ધ્રુવ (લક્ષણોથી) ભાષાના પરમાણુ
ઓળખાય છે. એનાથી આત્મા છે અંદર બોલે છે એ, એમ છે નહીં.... આહા... હા! આવું સ્વરૂપ
(છે). સર્વજ્ઞ ભગવાન, પરમેશ્વર ત્રિલોકનાથ એક સમયમાં ત્રણ કાળ, ત્રણ લોક પ્રભુએ જોયા, એ
પરમેશ્વરની આ વાણી છે ભાઈ! આહા... હા! તું પણ પરમેશ્વર છે! પણ તારા પરમેશ્વરને ઓળખવા
માટે, તારા ઉત્પાદ- વ્યયને ધ્રુવ (લક્ષણો) જોઈએ. ભલે છે ધ્રુવ પણ એને જાણવા ઉત્પાદ- વ્યયને
ધ્રુવ જાણવા જોઈએ. છે તો ધ્રુવ, દ્રવ્ય!! પણ ઉત્પાદ - વ્યયને ધ્રુવથી જણાય એવો એનો સ્વભાવગત
કર્યા વિના (ન જણાય) એનાથી જણાય. આહા... હા.. હા! એમ, ભાષા તો સાદી છે પ્રભુ!
(ભાવભાસન કઠણ છે) વસ્તુગત એવી છે પ્રભુ! અત્યારે તો ગરબડ એવી ચાલી છે. આ વાત
(સાંભળતાં) એવું લાગે કે આ ક્યાંની વાત કરે છે આ? ભાઈ! તારા ઘરની વાત છે પ્રભુ! તને
તારી ખબર નથી! તું શરીર ચાલે છે (માટે એમ માને કે હું ચલાવું છું એને) એમ કહે છે ને...! કે
હાલે-ચાલે તે ત્રસ, એમ નથી કહે છે. હાલે - ચાલે છે એ (હાલવાની-ચાલવાની) પર્યાય છે અને
પહેલાં સ્થિર હતી. તેમાં પરમાણુપણે પરમાણુ કાયમ રહે છે. એનાથી પરમાણુ દ્રવ્ય જણાય છે. એનાથી
આત્મા જણાય છે, (એમ નથી) કે. ભાષા કરે તે આત્મા છે નથી પ્રભુ! આવી (આકરી) વાત છે!!
પર્યાય છ આવ્યા. એ છ શબ્દો કહ્યાં. સ્વભાવ, ઉત્પાદવ્યય ને ધ્રુવ, ગુણ ને પર્યાય. હવે છ ની
વ્યાખ્યા. છ શબ્દો થ્યા તેની વ્યાખ્યા. તેમાં દ્રવ્યનો સ્વભાવ દરેક પરમાણુ અને દરેક ભગવાન આત્મા,
એનો દ્રવ્યનો સ્વભાવ,
સદ્રશભાવ ત્રિકાળી, (તે સ્વભાવ છે.) આહા... હા! તે દ્રવ્યનો સ્વભાવ તે અસ્તિત્વસામાન્યરૂપ
અન્વય, છે છે, છે છે, છે, છે, છે આદિ કે અંત નથી (એવી અનાદિ- અનંત), એવી ચીજ
(વસ્તુતત્ત્વ) અંદર છે! ચાહે તો પરમાણુ હો કે ચાહે તો આત્મા હો. એ છે, છે, છે, અસ્તિત્વ નામ
હયાતી, એ અસ્તિત્વ સામાન્યરૂપ તેનો અન્વય એટલે કાયમ રહેનારી ચીજ કહીએ. હવે એ
અસ્તિત્વના બે પ્રકાર (છે). છે, છે એ હયાતીનું - અસ્તિત્વનું સ્વરૂપ, આત્માનું પરમાણુુંનું (છે).
પરમાણુ પણ છે છે ને (સ્વરૂપે) છે ને...!
ને...! આ હાથ! એકવાર ‘નિયમસાર’ માં કહ્યું (પદ્મપ્રભમલધારીદેવ’ શ્લોકાર્થ ૭૯.) પ્રભુ.! તું
સ્ત્રીના શરીરની વિભૂતિને સ્મરતાં, આવું સુંદર છે ને આવુ આ શરીર ને... આ આવું છે એની
સ્મૃતિમાં પ્રભુ તું ભૂલાઈ જાશ! એના શરીરની આકૃતિ, શરીરનું સંસ્થાન, શરીરના અવયવોની
સ્થિતિ, સ્ત્રીના (દેહ) પ્રમાણે (છે) પ્રભુ! એ વિભૃતિ જડની વિભૂતિ છે. એ સ્ત્રીની વિભૂતિને દેખી
પ્રભુ તું ભૂલાઈ જાય છે. તારી વિભૂતિ અંદર એના ગુણ, પર્યાયથી જણાય એવી છે ને...! (બીજાની
વિભૂતિ જોવામાં રોકાઈ ગયો, પોતાની વિભૂતિ ભૂલાઈ ગઈ) આહા.. હા! એમ સ્ત્રીને પુરુષ (ના
શરીરની વિભૂતિ) પુરુષના એ સુંદર