Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 95 of 540
PDF/HTML Page 104 of 549

 

background image
ગાથા – ૯પ પ્રવચનસાર પ્રવચનો ૯પ
અસ્તિત્વ ઉત્પાદ તે પ્રાદુર્ભાવ.” અસ્તિત્વના બે પ્રકાર (તેમાં) સ્વરૂપ અસ્તિત્વ (એટલે) પોતાનું સ્વરૂપ
છે તે પોતાનું સ્વરૂપ અસ્તિત્વ. અને પોતે અને બીજા બધા છે એ સાદ્રશ્ય અસ્તિત્વ (છે). બદલવું આમ
આમ “ઉત્પાદ તે પ્રાદુર્ભાવ (અર્થાત્ પ્રગટ થવું, ઉત્પન્ન થવું); વ્યય તે પ્રચ્યુતિ પૂર્વની અવસ્થાનો વ્યય
થવો, ભ્રષ્ટ થવું. નષ્ટ થવું “ધ્રૌવ્ય તે અવસ્થિતિ (અર્થાત્ ટકવું) આ તો અર્થ કરે છે હો! “ગુણો તે
વિસ્તારવિશેષો,
આત્મામાં ગુણ જે છે (એ) વિસ્તારવિશેષ (સ્વરૂપ) છે. જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ
સ્વચ્છતા, પ્રભુતા, એવા-એવા અતીન્દ્રિય અનંત ગુણોનો વિસ્તાર આમ છે (આડોતીરછો- એક સાથે)
જેમ સોનામાં પીળાશ, ચીકાશ ને વજન એક સાથે આમ છે તીરછા, એમ આ પ્રભુ આત્મામાં, જ્ઞાન-
દર્શન-આનંદાદિ અનંતગુણ વિસ્તાર સામાન્ય આમ તીરછા, વસ્તુમાં એક સાથે આમ એક સાથ-તીરછા
સ્વભાવ રહેલા છે. એને ગુણ કહીએ. છે? “ગુણો તે વિસ્તાર વિશેષો.” તેઓ “સામાન્ય – વિશેષાત્મક
હોવાથી”
(એ ગુણોના) બે પ્રકાર. અસ્તિત્વના પણ બે પ્રકાર (એક) સ્વરૂપ અસ્તિત્વ અને (એક)
સાદ્રશ્ય-અસ્તિત્વ એમ ગુણના (પણ) બે પ્રકાર (સામાન્ય અને વિશેષ) આહા... હા! (આમાં હવે)
કેટલુંય યાદ રાખે કોઈ દી’ સાંભળ્‌યું ય ન હોય! ઓલા કયે કે ગુરુની ભક્તિ કરો! એથી કલ્યાણ થશે.
અહીં કહે કે લાખ ભક્તિ કરને! એ તો પરદ્રવ્ય છે. ભક્તિમાં તો રાગ છે, એ તો વિકલ્પ છે. પુણ્યબંધનું
કારણ છે એ કાંઈ ધરમ - ફરમ નથી!! આહા... હા... હા! સમજાય છે કાંઈ?
આહા... હા! અનંત - અનંત ગુણસ્વરૂપ પ્રભુ (આત્મા) એને ઓળખાવો હોય તો કહે છે
એના ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્યથી એ ઓળખાય. બીજા વડે ઓળખાય એવું (આત્મ દ્રવ્ય) નથી. અને એના
ગુણ ઓળખવા હોય તો? તે ગુણો વિસ્તારવિશેષો છે. આત્માના જ્ઞાન-દર્શન-આનંદ એવા અનંતગુણો
વિસ્તાર આમ-આમ (તીરછા-એકસાથ) પડયા છે. (ધ્રવ છે). પરમાણુમાં, એક રજકણમાં પણ વર્ણ,
ગંધ, રસ, સ્પર્શ અનંતા એક પરમાણુમાં આમ (તીરછા-આડા-એક સાથ) પડયા છે (ધ્રુવપણે ગુણો
છે) “તેઓ
સામાન્ય – વિશેષાત્મક હોવાથી બે પ્રકારના છે.” હવે એમાં સામાન્યની વાત કરે છે. દરેક
આત્મામાં પણ હોય દરેક પરમાણુમાં પણ હોય એમ છ એ દ્રવ્યોમાં હોય (છે.) આહા... હા! ૯પ ગાથા
(વસ્તુ સ્વરૂપની અલૌકિક ગાથા છે.)
“તેમાં, અસ્તિત્વ ‘છે’ અસ્તિત્વ ગુણ છે એ સામાન્ય ગુણ છે.
એટલે એક-એક આત્મામાં પણ છે અને પરમાણુમાં (એક-એક પરમાણુમાં) અસ્તિત્વ ગુણ છે. (આ
વિશ્વમાં) છ દ્રવ્ય છે. ભગવાને તો છ દ્રવ્ય જોયાં છે - અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય
કાલાણુઓ, એક ધર્માસ્તિકાય, (એક) અધર્માસ્તિકાય, (એક) આકાશ. એમ છ દ્રવ્ય ભગવાને -
કેવળી (સર્વજ્ઞ) પરમાત્માએ જોયાં છે. એમાં દરેક દ્રવ્યમાં ગુણ પણ સામાન્ય, અસ્તિત્વ (ગુણ છે).
આત્મામાં પણ ગુણ અસ્તિત્વ છે, પરમાણુમાં પણ છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, (આકાશ, કાળ) બધામાં -
છ એ દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે. તેથી તેને સામાન્ય (ગુણ) કહેવામાં આવે છે.
“નાસ્તિત્વ” પરથી
નાસ્તિ. આત્મા પરથી નથી, પરમાણુ પરથી નથી. એવું નાસ્તિત્વ (એ) સામાન્ય ગુણ છે. એ
નાસ્તિત્વ (ગુણ) છ એ દ્રવ્યમાં છે. માટે તેને સામાન્ય કહેવામાં આવે છે. આહા... હા!
“એકત્વ”,
છે? એકત્વપણું - એકપણું. દ્રવ્ય જેમાં ગુણાદિક છે પણ છે એકપણું (‘સમયસાર’) ૪૭ શક્તિમાં એ
આવે છે. એક, અનેક (શક્તિ), એકપણું આ. એ (ગુણ)