છે. એવું એકપણું છે. એ આત્મામાં પણ છે, પરમાણુમાં પણ છે. માટે તે સામાન્ય (ગુણ) છે.
“અન્યત્વ”. અનેરાપણું. આત્માથી પરમાણુ અન્યત્વ છે પરમાણુંથી આત્મા અન્યત્વ છે, પરમાણુંથી
આત્મા અન્યન્વ (અન્યત્વ) એટલે અન્યપણું છે. આત્માથી શરીરનું અન્યપણું છે. અને શરીરથી
આત્મામાં અન્યપણું છે. એ સામાન્યગુણ છે, આત્મામાં અન્યત્વ (ગુણ) છે અને શરીરમાં પણ
અન્યત્વ (ગુણ) છે. જડમાં પણ અનંતગુણ આમાંના (સામાન્ય) ગુણ છે, આહા... હા... હા!
“દ્રવ્યત્વ”. દ્રવ્યત્વ સામાન્ય ગુણ છે. એ તો છ બોલ આવે છે..... ને (જૈન સિદ્ધાંત પ્રવેશિકા’)
અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશત્વ. એ આવે છે ત્યાં, અહીંયાં તો વધારે
નાખ્યા છે, દ્રવ્યપણું (એટલે) દ્રવે છે. દરેક પદાર્થ દ્રવે એટલે જેમ પાણીમાંથી તરંગ ઊઠે એ દ્રવે છે
એમ કહેવાય એમ દ્રવે છે. એમ દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો એક ગુણ છે, કે જેને લઈને દ્રવ્ય દ્રવે...
દ્રવે.. દ્રવે.. દ્રવે એટલે પરિણમે.. એનું પરિણમવું એના દ્રવ્યત્વને લઈને છે. દરેક દ્રવ્યનું, પર્યાયનું
પરિણમવું એના દ્રવ્યત્વને લઈને છે. બીજા દ્રવ્યનું પરિણમવું બીજા દ્રવ્યને લઈને છે એમ છે નહીં.
(આ વાત ગળે ઉતારવી) આકરું કામ છે પ્રભુ! અત્યારે વિષય જ ચાલતો નથી, અત્યારે કષાંય ન
મળે આવું! (સાંભળવા આવી વાત) અત્યારે તો ભક્તિ કરો... ને વાંચો શાસ્ત્ર. ગુરુની કૃપાથી ધરમ
થઈ જશે. ધૂળેય નહીં થાય, સાંભળ ને! આહા.. હા! (દેવ-ગુરુ-શાસ્ત્રી પરદ્રવ્યની કૃપાની પર્યાય તો
એમાં રહી, તારી પર્યાય (એમાંથી) ક્યાં આવી? બહુ ઝીણી વાત બાપુ! આહા.. હા! એ દ્રવ્યત્વ (ની
વ્યાખ્યા થઈ).
પર્યાયત્વ નામનો દરેક દ્રવ્યમાં છએ દ્રવ્યમાં ગુણ છે. સામાન્ય ગુણ છે. બધામાં છે માટે સામાન્ય ગુણ
છે. વિશેષ (ગુણો) પછી લેશે. “સર્વગતત્ત્વ”.
પ્રદેશપણું. એને ય (અહીંયાં) સામાન્ય કીધું. ભલે કાલાણુ છે પણ (એને) પ્રદેશ છે. ને એકપ્રદેશ
ભલે પ્રદેશો નથી, પણ (એને) પ્રદેશ છે ને...! ‘પ્રદેશત્વ’ સામાન્ય ગુણ છે. છ એ દ્રવ્યમાં છે. આહા..
હા!
વિના અમૂર્તપણું એ પણ સામાન્ય છે. “સક્રિયત્વ” સક્રિયપણું - એ ગતિ કરે. ગતિ કરે. સક્રિયપણું
એ સામાન્ય (ગુણ) છે. ભલે ધર્માસ્તિ આદિમાં નથી પણ આત્મામાં છે ને...! અને પરમાણુમાં છે
ને...! માટે ઘણામાં છે એ અપેક્ષાથી સામાન્ય ગુણ કહ્યો છે